કોરોનાને કારણે ગિરનારની વર્ષો જૂની પરંપરાનો પલટાઈ ગયો ઇતિહાસ -જાણો વિગતે

Published on: 12:35 pm, Sun, 22 November 20

કોરોનાને કારણે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. ગરવા ગિરનારની પરંપરાગત રીતે યોજવામાં આવતી લીલી પરિક્રમા પર કોરોના મહામારીની આડઅસર જોવા મળી રહી છે. આ વર્ષે વર્ષોથી ચાલી આવતી જૂનાગઢની લીલી પરિક્રમા બંધ રહેશે.

હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. દર વર્ષે કારતક સુદ અગીયારસથી યોજવામાં આવતી ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખો લોકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ ગિરનારની પરિક્રમા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના મહામારીને લીધે બંધ રહેશે.

આજે જુનાગઢની લીલી પરિક્રમા બંધ રાખવાની કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો કે, અહિં પ્રતીકાત્મક પરિક્રમા યોજશે. આની માટે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સાધુ-સંતોની સાથે વાતચીત કરવામાં આવશે. આ દરમિયાન લોકોને પરિક્રમા કરવા ન આવવા પર તંત્ર દ્વ્રારા અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, સૌ પ્રથમવખત પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તૂટશે. આ લીલી પરિક્રમામાં દર વર્ષે કુલ 10 લાખ લોકો જોડાઈ છે. ગિરનાર પરિક્રમામાં ઉમટી પડતા લાખો યાત્રિકો માટે ભવનાથ અને જંગલના કુલ 36 કિમીના માર્ગ પર અનેક તંત્ર દ્વારા પાણી, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.

ગિરનાર વિસ્તારના ઈટવા ઘોડીથી જીણાબાવાની મઢી, સરકડીયા ઘોડી, માળવેલા ઘોડીના કપરા ચઢાણો પર પદયાત્રા કરતા યાત્રિકો માટે રસ્તાની મરમ્મત કરવામાં આવે છે. આની ઉપરાંત લાઈટ, પાણી, આરોગ્ય, સફાઈ, કાયદો-વ્યવસ્થા, જીવન-જરૂરી ચીજવસ્તુઓ વગેરે બાબતે પણ સંબંધિત તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. પ્રવાસીઓની સહાયતા માટે કેન્દ્રો શરૂ કરવા તથા ભવનાથ સ્થિત મુખ્ય કંટ્રોલરૂમમાં આવશ્યક સેવાના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર તૈનાત કરવામાં આવતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle