ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના કુવાડવા(Kuwadwa) રોડ નજીક ઝૂંપડાઓમાં આગ લાગતા 3 બાળકીઓ આજ્ઞા કારણે દાઝી ગઈ છે જ્યારે એકનું દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હાલમાં આ દુર્ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાઈટ ન હોવાને કારણે પેટ્રોલની બોટલ શોધવા જતા પિતાએ દીવાસળી સળગાવ્યા બાદ આગ પ્રસરી હતી અને એક માસુમ બાળકી આ આગમાં હોમાઈ ગઈ હતી.
અચાનક જ ઝૂંપડાઓમાં આગલાગતા મચી અફરાતફરી:
ગુજરાતમા અવાર નવાર આગના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં આગની ઘટના સામે આવી છે. જે ઘટનામાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે એક બાળકીનું કરુણ મોત નિપજ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સમગ્ર ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
આગની ઝપેટમાં આવેલ 3 બાળકીઓ પૈકી એકનું કરુણ મોત:
રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગને કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગની દુર્ઘટનામાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને સારવાર અર્થ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે તે પૈકી એક બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અન્ય બાળકીઓ હજુ પણ છે સારવાર હેઠળ:
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝૂંપડામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રથમ તપાસમાં જાણવા મળ્યું છે કે, લાઈટ ન હોવાને કારણે ઝૂંપડામાં રહેતા પિતા જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી સળગાવતી ત્યારે અચાનક ઝુપડામાં આગ ફાટી નીકળી હતી. આ ભયંકર આગના કારણે આસપાસના લોકોનાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાય ગયો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાત પોલીસ દ્વારા હવે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.