સુરતમાં રોડ પર દોડતો ટેમ્પો અચાનક સળગી ઉઠ્યો- ઘટનાના LIVE દ્રશ્યો જોઇને આંખો ફાટી રહેશે

સુરત(surat)ના ઈચ્છાપુર(Ichchapur) વિસ્તારમાંથી જઈ રહેલા એક ચાલુ ટેમ્પામાં આગ ભભુકી ઉઠી હતી. ટેમ્પાના પાછળના ભાગે આગ લાગી હતી ત્યાર પછી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી…

સુરત(surat)ના ઈચ્છાપુર(Ichchapur) વિસ્તારમાંથી જઈ રહેલા એક ચાલુ ટેમ્પામાં આગ ભભુકી ઉઠી હતી. ટેમ્પાના પાછળના ભાગે આગ લાગી હતી ત્યાર પછી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગેલ ટેમ્પાની અંદર ઈચ્છાપુરથી ભંગારનો સામાન ભીંડી બજાર લઈ જવામાં આવી રહ્યો હતો. ટેમ્પોમાં આગ લાગી તે દરમિયાન ડ્રાઇવર ઉપરાંત ટેમ્પામાં અન્ય પણ બે લોકો સવાર હતા. આ દરમિયાન સમય ગૂમાવ્યા વગર ડ્રાઇવરે ટેમ્પાને સાઇડ ઉપર ઊભો રાખી દીધો અને ત્યાર પછી ત્રણેય યુવકો ઝડપથી ટેમ્પામાંથી ઊતરી ગયા હતા. પરંતુ ટેમ્પામાંથી ઉતરતી વખતે એકને સામાન્ય ઈજા પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આગ લાગવાને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો:
આગ લાગવાને કારણે ટેમ્પો બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી. સચિન હજીરા હાઇવે નજીક આવેલા દિપલી ગામની પાસે આ ઘટના સર્જાય હતી. તેમજ અતિવ્યસ્ત ટ્રાફિક હોવાને કારણે આગ લાગતાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ:
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ઈચ્છાપુર જઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના સર્જાય હતી. ઘટના સ્થળ ઉપર પહોંચીને ફાયર બ્રિગેડને તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને સુરત શહેર સાથે પ્રેમ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા થોડા સમયગાળામાં આગની કેટલીય ઘટના નોંધાઈ ચુકી છે. અને આજે પણ આવી જ એક ઘટના નોંધાતા ચકચાર મચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *