દેશમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ બુલંદશહરમાં રવિવારે રહસ્યમય રીતે ટાટા મેજિક ગાડીમાં અચાનક આગ લાગી હતી. ઘટનામાં ગાડીમાં સવાર કુલ 2 લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે ભીષણ આગમાં આખે આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
ગાડીમાં ફસાઈ જતાં બંને લોકો આગની ઝપેટમાં આવી જતાં બંને લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. બંને લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયાં હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. બંને લોકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના બુલંદશહરના બીવીનગર રોડ પર બની છે. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસની ટીમ દ્વારા બંને લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ટેમ્પો પલટી મારી ગયાં બાદ ભીષણ આગ લાગી હતી. તેમણે જણાવતાં કહ્યું હતું કે, બંને લોકો બળીને ખાખ થયા હતા. બંનેનાં મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમમાં મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ મામલે પોલીસે ગંભીરતા દાખવી છે.
લોડર ટેમ્પોમાં આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસે આસપાસના લોકોની સાથે પૂછપરછ કરીને મૃતકોની તપાસમાં લાગી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એક અકસ્માતમાં ગુજરાતમાં આવેલ સુરતના એક જ પરિવારના 11 લોકોના મોત નીપજ્યા હતા.
સુરતનો આહિર સમાજનો પરિવાર પાવગઢ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો, તે સમયે વડોદરા ખાતે ગમખ્વાર અકસ્માતમાં એક જ સમાજના અને કુંટુંબના 11 લોકોના મોતના સમાચારથી આહિર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું