ગુજરાત(Gujarat): બોટાદ(Botad) તાલુકાના સેથળી(Sethli) અને રેફડા(Rafda) ગામ વચ્ચેથી જતી કેનાલ પાસે રેફડા જવાના કાચા રસ્તેથી બોટાદ તાલુકા પંચાયત(Botad Taluka Panchayat)ના પૂર્વ સભ્યની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ગામ સહીત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા અંગેની બોટાદ પોલીસને જાણ થતાની સાથે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે બોટાદના સોનાવાલા હોસ્પિટલ(Sonawala Hospital) ખાતે લઇ જવામાં આવ્યો હતો.
બોટાદ તાલુકાના સેથળી ગામના વતની 50 વર્ષીય ઘનશાયમભાઈ બાબુભાઇ ઝૂલાસણા નામના શખ્સની તારીખ 16 જાન્યુઆરી 2022ના રોજ સાંજે 6.30 કલાકે રેફડાનાં માર્ગે આવલ વાડીએ ગાય માટે નીરણ લેવા માટે ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ઘનશ્યામભાઈ ઝૂલાસણા તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ સેથળીથી રેફડા જવાના કેનાલના રસ્તે મળી આવતા પરિવાર સહીત સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.
હત્યાના બનાવની જાણ થતા બોટાદ પોલીસને થતા બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવીહતી. હાલમાં તો હત્યા કોને કરી છે અને શા માટે કરી છે તે અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તેમજ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકનાં પુત્ર રવિન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ઝુલાસણાએ બોટાદ પોલિસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ પી.આઈ. જસવંતકુમાર ચૌધરી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.