સોમવારએ મોડી રાત્રે મુંબઈના(Mumbai) કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઇ હતી. અકસ્માતમાં ૧૪ ના મોત થયા હતા. જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોની સારવાર દરમિયાન મોત થઇ હતી. મળતી માહિતી અનુસાર, 11 લોકો ઘાયલ થયા હતા. અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કાટમાળ નીચે 25 લોકો દટાયા હતા જેમાંથી દરેકને બહાર કાઢી સારવાર હેઠળ લઇ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ મોતનો આંકડો સામે આવ્યો છે જેમાં ૧૯ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે.
NDRF, BMC અને મુંબઈ પોલીસની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. બીએમસીના કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું કે બિલ્ડિંગ જર્જરિત હતી. 2013 પહેલા મરામત માટે અને પછી બિલ્ડીંગ તોડી પાડવા માટે નોટીસ આપવામાં આવી હતી.
BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે, અમે બિલ્ડિંગને C 1 કેટેગરીમાં રાખી હતી એટલે કે બિલ્ડિંગ રહેવા યોગ્ય નથી તેવું જણાય આવે છે, પરંતુ કેટલાક અધિકૃત લોકોએ તેને C 1માં રાખવાનો વિરોધ કર્યો હતો. તેમણે પોતે આર્કિટેક્ચરમાંથી સ્ટ્રક્ચરનું ઓડિટ કરાવ્યું હતું. તેમના રિપોર્ટમાં આ ઈમારતને C 2 કેટેગરીની જાહેર કરવામાં આવી હતી, એટલે કે ઈમારતનું સમારકામ કરીને તેમાં રાખી શકાય છે. અત્યાર સુધીની મળેલી માહિતી અનુસાર, તે મુજબ હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. કેટલાક લોકો જીવિત હોવાની શક્યતા છે. તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુભાષ દેસાઈએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોની મફત સારવારની વાત કરી છે. તેમણે કહ્યું કે તપાસ થશે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ફરી આવું ન બને તે માટે બેઠક બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, એકનાથ શિંદેએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમછતાં લોકો અહીં જ રહે છે. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે. અન્ય નજીકની ઇમારતોને ખાલી કરાવવા અને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ જારી કરે છે, ત્યારે બિલ્ડીંગો પોતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે જે દુર્ભાગ્યપૂર્ણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.