સુરત ફરીએક વખત દુષ્કર્મથી લજવાયું- પાક્કા મિત્રે જ મિત્રની પત્ની સાથે પાર કરી હેવાનિયત અને…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ બળાત્કાર અને છેડતીના બનાવો દરમિયાન ફરીવાર એક એવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ જ મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ ‘મેને તેરી બીબી કે સાથે મજે કે લીયે’ તેવો ફોન મિત્રએ તેના મિત્રને કર્યો હતો. આ કેસમાં ચોંકાવનારી વાત તો એ હતી કે મિત્ર જ્યારે પત્ની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યાર તેનો પતિ એપાર્ટમેન્ટની નીચે જ બેસી મોબાઇલમાં ફિલ્મ જોવામાં વ્યસ્ત હતો. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, વરિયાવ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતા ઘરમાં સોમવારે રાત્રે પતિ સાથે સુઈ રહી હતી. આ દરમિયાન કોસાડ આવાસમાં રહેતાં અને જનતા માર્કેટમાં મોબાઇલનો ધંધો કરતાં મહિલાના પતિને રાત્રે બે વાગ્યે ફોન આવ્યો હોવાથી તે નીચે ગયો હતો. થોડી મિનિટમાં જ દરવાજો ખખડતાં પરિણીતાએ દરવાજો ખોલતાં સામે પતિનો મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહિમ પટેલ ઉભો હતો. જોકે, પરિણીતા કશું સમજે તે પહેલાં તો હવસખોરે તેનું ગળું દબાવી તેણીને બેડરૂમમાં ઢસડી ગયો હતો.

પરિણીતાએ કરેલા પ્રતિકાર છતાં પણ સોહેલ મનમાની કરી હતી. આઘાતજનક વાત તો એ હતી કે, અહીંથી જ તેણે આ મહિલાના પતિને ફોન કર્યો હતો અને ‘મેને તેરી બીબી કે સાથે મઝે લે લીયે’ તેવું કહ્યું હતું. ઘટના બની ત્યારે મહિલાનો પતિ પણ એપાર્ટમેન્ટની નીચે જ હતો અને મોબાઇલ ફોનમાં ફિલ્મ જોવામાં વ્યસ્ત રહ્યો હતો. બીજી બાજુ તેની પત્નીની લાજ લૂંટાઈ રહી હતી.

મળતી માહિતી મુજબ, બળાત્કારી અને ભોગ બનનાર મહિલાનો પતિ પહેલા કોસાડ આવાસમાં જ રહેતા હતા. ભોગ બનનારનો પતિ અને આરોપી ખાસ મિત્ર હતા. પરંતુ, સોહેલની ખરાબ આદતોને કારણે આ યુવતીએ ચાર મહિના પહેલાં બંને વચ્ચેની દોસ્તી તોડાવી નાખી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ મહિલા અને તેનો પતિ બે મહિના પહેલા ત્યાંથી મકાન ખાલી કરી વરિયાવના બંધ પડેલાં ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે રહેવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *