દેશમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોના મોત પણ થઈ જતાં હોય છે. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.ઉત્તરપ્રદેશમાં આવેલ ગોરખપુરનાં ખોરાબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફોરલેન પર ઊભેલા ટ્રકની પાછળ એક ફૂલસ્પીડ કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
દુર્ઘટનામાં કારમાં સવાર યુવક તથા યુવતીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. મોબાઈલ તથા ખિસ્સામાંથી મળી આવેલ કાગળ પરથી એમની ઓળખ થયા પછી પરિવારના સભ્યોને અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી. યુવતી દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી જ્યારે યુવક BSCનો વિદ્યાર્થી હતો.
રોડની બાજુમાં ઉભેલો ટ્રક બન્યો કાળ:
દેવરિયા જિલ્લામાં આવેલ બરહજના સુનારી ગામનાં રહેવાસી દેવેન્દ્ર પ્રતાપ સિંહના પુત્ર રોશન સિંહ ગુરુવારનાં રોજ બપોરે કારમાં ખુખુંદૂની રહેનાર યુવતી સુલેખા દૂબેની સાથે રામનગર કડજહાં પહોંચ્યા હતા. બંને દેવરિયા હાઈવેથી ફોરલેન બાયપાસ પર ચડ્યા પછી કુશીનગર બાજુ જઈ રહ્યા હતા. ફોરલેન પર 1 કિમિ આગળ વધતાં જ કાર રસ્તાની બાજુમાં ઊભેલ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
કારના આગળનાં ભાગનો ભુક્કો બોલી ગયો:
કારની સ્પીડ એટલી હતી કે, કારના આગળના ભાગના ભૂક્કા બોલી ગયા હતા. બોનેટ તથા સીટની વચ્ચે ફસાયેલ રોશન તેમજ સુલેખા દુબેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. દુર્ઘટના પછી ટ્રક ચાલકે ટ્રકને લઈ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પણ કાર ફસાઈ જવાને લીધે તે સફળ રહ્યો ન હતો. જેને લીધે ડ્રાઈવર ટ્રક મૂકીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
કાકાની કાર લઈને આવ્યો હતો રોશન :
પોલીસના જણાવ્યા મુજબ યુવતીનાં પિતા ખુખુંદૂમાં ટેન્ટના સામાનોના જથ્થાબંધ વેપારી છે. યુવતી કુલ 3 બહેનોમાં બીજા નંબરની હતી. એ દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. રોશન બંને ભાઈઓમાં મોટો હતો. તે BSCનો અભ્યાસ કરી રહ્યો હતો. રોશન પોતાના કાકા અનુરાગની કાર લઈને આવ્યો હતો. પ્રભારી નિરિક્ષક ખોરાબાર નાસિર હુસૈને જણાવતાં કહ્યું હતું કે, ઘટનાની જાણ યુવક તથા યુવતીના પરિવારજનોને કરી દેવામાં આવી હતી.
ખુબ મહેનત બાદ કાર ટ્રકમાંથી જુદી પડી :
ઘટનાસ્થળે પર આવેલ પોલીસ તેમજ NHAIની ટીમે અંદાજે 1 કલાકની ભારે જહેમત પછી કારને ગમે એમ કરીને ટ્રકમાંથી બહાર કાઢી હતી. ત્યારપછી બંને મૃતકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. યુવતીના મોબાઈલ પર કેટલાક નંબર પર કોલ કર્યો તો યુવતીના નોઈડાના એક સંબંધીની સાથે વાત થઈ હતી.
એમણે યુવતીઓના પરિવારજનોએ જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ખોરાબા પોલીસ સ્ટેશન પર પહોંચીને યુવતીની ઓળખ સુલેખા ઉર્ફે આયુષી પુત્રી શનિવેષ દ્વિવેદી નિવાસી ખુખુંદૂ થાના ખુખુંદૂ જિલ્લા દેવરિયાના રૂપમાં થઈ છે. રોશનના હજુ લગ્ન થયા ન હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle