જવાનીના જોશમાં ચાર મિત્રોએ લગાવી બાઈક રેસ, ભયંકર અકસ્માત સર્જાતા ત્રણના મોત અને…

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતની ઘટનામાં 3 મિત્રોએ બાઇકરેસમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે…

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતની ઘટનામાં 3 મિત્રોએ બાઇકરેસમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે એક હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે. ચારેય યુવાનો મિત્રની બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે ગયા હતા.

અહીંથી 2 બાઇક પર સવાર થઈને નર્મદા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મધ્યરાત્રિએ તેઓ સૂમસામ રસ્તો જોઈને રેસ લગાવવાની શરૂઆત કરી હતી. બાઇકની સ્પીડ 80ની ઉપર પહોંચી ગઈ હતી. અચાનક વળાંકને કારણે બંને બાઇક અનિયંત્રિત થઈ ગઈ હતી તેમજ લાઇટના થાંભલા સાથે અથડાયા પછી ડિવાઇડર સાથે અથડાઇ હતી.

અકસ્માતમાં 2 મિત્રોને માથાના ભાગે ઈજા પહોંચતાં ઘટનાસ્થળ પર જ તેમનાં પ્રાણપંખીડા ઉડી ગયા હતાં. શુક્રવારની સવારે ત્રીજા મિત્રનું જબલપુરમાં આવેલ મેડિકલ હોસ્પિટલમાં સારવાર વખતે મોત થયું હતું.

અકસ્માત વખતે કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું :
અકસ્માતની આ ઘટના ગુરુવારની રાત્રે અંદાજે 12.15 વાગ્યે સર્જાઈ હતી. મૃતકોની ઓળખ 17 વર્ષીય આમનપુર મદનમહલ રહેવાસી હર્ષ ઉર્ફે હર્ષિત બર્મન, 18 વર્ષીય સમીર ઉર્ફે શંભુ ઝારિયા તથા લોઢી શેરી રહેવાસી 19 વર્ષીય લલિત ડેહરિયા તરીકે થઈ હતી.

અકસ્માતના સમાચાર પરિવારજનોને મળતાંની સાથે જ અરેરાટી મચી જવા પામી હતી. બે મિત્રોનાં ઘર એક જ શેરીમાં હતાં. મધરાત્રે પરિવારજનોને કોલ આવ્યો ત્યારે પરિવારના લોકો સૂઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા હડકંપ મચી જવા પામ્યો હતો.

મૃતકોનાં પરિવારજનોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. આમનપુરના રહેવાસી 17 વર્ષીય કૃષ્ણા મહરાનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારજનોનાં જણાવ્યા પ્રમાણે, ચારેય મિત્રો અન્ય એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા. અકસ્માત વખતે કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું.

ચઢાણવાળા વળાંક પર બાઈકચાલકોએ બેલેન્સ ગુમાવ્યું હતું:
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, બાઇક MP 20 NM 3407 તથા MP 20 MX 3862 પર સવાર થઈને ચારેય યુવક રેસ લગાવી રહ્યા હતા. મધ્યરાત્રિ હોવાને લીધે તેઓ સૂમસામ રોડ પર 90ની ઝડપે રેસ લગાવી રહ્યા હતા. ખંડારીબ્રિજ પર રસ્તો નીચો છે.

ત્યારપછી ચઢાણવાળો વળાંક આવે છે. એ જ સમયે પુરપાટ ઝડપી ગતિને લીધે બંને બાઇકચાલકોએ બાઇક પરનો કાબૂ ગુમાવતાં પહેલાં લાઇટના થાંભલા સાથે તેમજ પછી ડિવાઇડરની સાથે બાઈકો અથડાઇ હતી. અકસ્માતમાં માથાના ભાગે ઇજા પહોંચતાં હર્ષ તથા સમીરનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતાં. આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *