કોંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી સદસ્યો ના વિરોધ વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તે બુધવારે રાજ્યસભાની સદસ્યતા માટે શપથ લીધા. શપથ લીધા પછી ના અમુક કલાકો બાદ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અડધા ડઝન લોકોને ગેંગ જજોને ખંડણી આપે છે. તેમણે અડધા ડઝન લોકોની ગેંગ વિશે વાત કરી, જે જજોને ખંડણી આપે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ગેંગ નું ગળું દબાવા માં નહીં આવે ત્યાં સુધી ન્યાયપાલિકા સ્વતંત્ર નહીં થઈ શકે.
જાન્યુઆરી 2018 માં સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો સાથે પોતાની એક પ્રેસ કોન્ફરન્સ અને શાહીન બાગ વિશે વાત કરતા પૂર્વ મુખ્ય ન્યાયાધીશે આ વાતનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ તેમણે રાજ્યસભામાં પોતાનું નામાંકન એ કોઈ ઇનામ હોવાનો દાવો નકારી દીધો છે.
ઉલ્લેખનીય વાત છે કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દ્વારા એ છ લોકો કોણ છે તે વાતનો ખુલાસો કરવામાં નથી આવ્યો. રંજન ગોગોઈ એ આગળ કહ્યું કે, “આ લોબીની પકડ તોડવી એ જ ન્યાય પાલિકાની સ્વતંત્રતા નો મતલબ છે. જ્યાં સુધી લોબી ને તોડવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાયપાલિકા સ્વતંત્ર નથી. જો કોઇ કેસ તેમની મરજી મુજબ નથી ચાલતો તો તેઓ ખંડણી આપીને કેસને અટકાવી દેશે. તેઓ ન્યાયાધીશોને દરેક સંભવ રસ્તે થી પ્રભાવિત કરવાની કોશિશ કરે છે.”
ગોગોઈ એ કહ્યું કે જજો માટે તેમના મનમાં ડર છે. જજ આ લોબી નથી ઇચ્છતા અને શાંતિથી રિટાયર થવા ઈચ્છે છે. અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય સરકારના પક્ષમાં ગયો હતો. ત્યારબાદ રંજન ગોગોઈ નું નામાંકન રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું. લોકોએ ગોગો પર આરોપ લગાવ્યા કે આ નામાંકન સરકારને બંને ચુકાદાઓ માં થયેલ ફાયદા નું ઇનામ છે. આના પર તેમણે કહ્યું કે એવું કંઈ નથી, તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે આ ગેંગને લલકારી છે. તેમણે કહ્યું કે અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય સર્વસંમતિથી થયો હતો. જો તમે આ રીતે આરોપ લગાવશો તો આ બંને કેસમાં જોડાયેલા દરેક ન્યાયધીશોની અખંડતા પર પ્રશ્ન ઊભો કરી રહ્યા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.