આ CCTV હચમચાવી દેશે… બોમ્બની જેમ બ્લાસ્ટ થયો ગેસ-સિલિન્ડર, સળગતા-સળગતા બહાર આવ્યા લોકો…

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ખુબજ વધી રહી છે, અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. આજે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ માંથી સામે આવ્યો છે, એક ઘરમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતા માત્ર 5 સેકન્ડમાં ત્રણ વ્યક્તિ સળગ્યા, ત્રણ લોકો જ્યારે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકા સાથે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઇ છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તામાં કમલ નારાયણ, પીન્દુ અને શ્રીરામ નામના ભાડૂત રહેતા હતા. સવારે રસોઈ બનાવી રહ્યા હતા. એ ટાઇમએ સિલિન્ડરની પાઈપ ફાટેલી હતી પરંતુ કોઈની નજર ના ગઈ. પાઈપ ફાટેલી હતી તેથી ગેસ લીક થતો હતો તેથી સિલિન્ડર બ્લાસ્ટ થયો અને ત્રણેય વ્યક્તિને ગંભીર ઈજા થઇ. પોતાનો જીવ બચવા માટે એક પછી એક લોકો સળગેલી હાલતમાં બહાર આવ્યા.

આ સમગ્ર મામલાની જાણ પોલીસ ઇન્ચાર્જ આર.ડી.રોહિતને થતા ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રણેય વ્યક્તિને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને ત્યાંથી વધુ સારવાર માટે મુંબઈ રીફર કરવામાં આવ્યા.

આવીજ એક ઘટના લગભગ એક મહિના પહેલા વડોદરામાં સર્જાય હતી. શહેરની જીએસએફસી ટાઉનશીપના મકાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જીએસએફસીના કર્મચારી, જેમની ઉમર 24 વર્ષ હતી અને 21 વર્ષીની મહિલાને ગંભીર ઇજા થઇ હતી. આ ધડાકાને કારણે બાજુના બે મકાનમાં પણ નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતા જીએસએફસીના સેફટી અને ફાયર વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બન્ને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *