રક્ષાબંધન પહેલા જ ભાઈને દુનિયાની સર્વશ્રેષ્ઠ ભેટ, નિસંતાન ભાઈ-ભાભી માટે બહેને બીજા સંતાનને જન્મ આપ્યો

હવે ટૂંક જ સમયમાં રક્ષાબંધન(Rakshabandhan) આવી રહ્યું છે. ત્યારે સાણંદ (Sanand)માં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં એક બહેને ભાઈની ખુશી માટે સર્વોચ્ચ ત્યાગ આપ્યો છે. મૂળ કપડવંજના રાજેશભાઈ ભટ્ટ સાણંદના આકાર ફ્લેટમાં રહે છે અને તેમને સંતાનમાં પુત્ર સાગર અને પુત્રી સલુની છે. પુત્રીના લગ્ન સાણંદમાં જ હરિઓમભાઈ જાનીના પુત્ર મિતેષ સાથે થયા છે.

મળતી માહિતી અનુસાર, રાજેશભાઈનો પુત્ર સાગર સાઉથ આફ્રિકામાં જોબ કરે છે. જયારે તેની પત્ની ઋત્વી હાલ સાણંદ સસરા રાજેશભાઈના ઘરે જ રહે છે. સાગરની બહેન સલુની જેને સંતાનમાં એક 8 વર્ષનો પુત્ર છે. પરંતુ તેના ભાઈને કોઈ સંતાન નથી. તેથી સલુનીને પણ પોતાના ભાઈને સંતાનની ખોટ હોવાનું ખટકતું હતું ત્યારે તેણે ભાઈ માટે પોતાના બીજા સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો.

આ વાતમાં પતિ મિતેષ અને સાસુ સસરા હીનાબેન અને હરીૐભાઈ જાની પણ સહમત થતા આશરે 10 માસ પહેલા મિતેષ અને સલુનીના ગૃહે પુત્રીને જન્મ આપ્યો જેનું નામ નીર્વી અપાયુ. નીર્વી 10 માસની થઇ ત્યારે સલુનીએ ખુશી ખુશી પોતાની કાળજાના કટકા સમાન પુત્રીને ભાભીના ખોળામાં મૂકી દીધી અને ભાભીને માં બનવાનું સૌભાગ્ય ભેટ ધરી દીધું. એક ભાઈ-ભાભી માટે બહેન દ્વારા આથી મોટી શી ભેટ હોઈ શકે?

આ સુખદ ઘટનાથી બંને પરિવારોમાં અનોખો આનંદ વ્યાપી ગયો. કળિયુગમાં લોકો પાસે સ્વાર્થ સિવાય કોઈ વાત હોતી નથી ત્યારે ભાઈ -બહેનના આ નિર્મળ પ્રેમને સો સો સલામ અને સલુનીના સાસરિયા પરિવારની સમજદારી પણ બિરદાવવા યોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *