રામાયણ સિરીયલથી પ્રેરિત થઈને સુરતની 18 વર્ષીય દિકરીએ બનાવી પેઈન્ટિંગ- જાણો એની વિશેષતા

હાલમાં એક ગૌરવની લાગણી અનુભવાઈ એવી જાણકારી સામે આવી છે. રાજ્યના સુરત શહેરમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરીએ અનોખી પેઈન્ટિંગ બનાવી છે કે, જેને લીધે હાલમાં આ બાળકી ચર્ચાનું કેન્દ્ગ બની ગઈ છે. આ દિકીરીનું નામ જાનવી વેકરિયા છે તેમજ આપને જાણીને આશ્વર્ય થશે કે, તેણે કેનવાસ પર રામાયાણ થીમની પેઈન્ટીંગ બનાવી છે કે, જે પેઈન્ટિંગ જોઈને સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

5 મહિનામાં બનાવી અનોખી પેઈન્ટિંગ:
જાનવીએ જે પેઈન્ટિંગ બનાવી છે તે પેઈન્ટિંગની લંબાઈ કુલ 101 ફૂટ છે. જ્યારે તેની પહોળાઈ કુલ 2.5 ઈંચ છે. તે જ્યારે 9માં ધોરણમાં હતી ત્યારથી જ તેણે પેઈન્ટિંગ બનાવાની શરૂઆત કરી હતી. જો કે, તેણે હાલમાં 101 ફૂટની જે પેઈન્ટિંગ બનાવી છે તે પેઈન્ટિંગ બનાવતા તેને ફક્ત 5 મહિનાનો સમય લાગ્યો છે.

રામાયણ સિરીયલ જોઈને પેઈન્ટિંગ બનાવી:
શાળામાં વેકેશન પડતાની સાથે જ જાનવીએ કેનવાસ પર પેઈન્ટિંગ બનાવાની શરૂઆત કરી હતી. પોતાના નાના-નાની, માતા-પિતા તથા દાદા-દાદીને પણ આ પેઈન્ટિંગ સાથે જોડ્યા છે. જાનવીએ રામાયણ સિરિયલ જોઈને પછી તેણે આ પેઈન્ટિંગ બનાવાનો વિચાર આવ્યો હતો.

પેઈન્ટિગમાં રામાયણની 15 પ્રમુખ ઘટના વર્ણવી:
જે પેઈન્ટિંગ એણે બનાવી છે તે પેઈન્ટિંગની શરૂઆત રામ-જન્મથી થાય છે તેમજ રાવણ વધ પર પેઈન્ટિંગનો અંત થાય છે. આ પેઈન્ટિંગમાં રામાયણની પ્રમુખ 15 ઘટનાનો ઉલ્લેખ કરાયો છે કે, જેમા ગુરુકુલ, સીતાસ્વયંવર, સીતા હરણ, લંકા દહનને પેઈન્ટિંગમાં તેણે દર્શાવ્યું છે કે, જેમા ખુબ સરસ રીતે દરેક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

જંગલ-નદીઓનો પણ પેઈન્ટિંગમાં ઉલ્લેખ:
અહીં નોંધનીય છે કે, જાનવીએ જે પેઈન્ટિંગ તૈયાર કરી છે કે, જેમા તેણે જંગલ, વનવાસના કપડા તથા મહેલને તેણે અનોખી રીતે દર્શાવવામાં આવ્યો છે. આની સાથે જ તેણે પેઈન્ટિંગમાં નાના જાનવર, પક્ષીઓ તથા નદીઓ પણ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *