ગુજરાત(gujarat): શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની આશીર્વાદાત્મક આજ્ઞા થી સુરત શહેરમાં મોટા વરાછા ખાતે ભક્તચિંતામણી કથા પારાયણ બેસાડવામાં આવી હતી.
નૂતન શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન ખાતે છેલ્લા 5 દિવસ થી ચાલી રહેલી શ્રી ભક્તચિંતામણી કથા પારાયણમાં વડતાલ, ગઢપુર અને જૂનાગઢ સહિત ધામો ધામ થી સંતો પધાર્યા અને હજારો ભાવિક ભક્તો સહીત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો એ પણ ઉપસ્થિત રહી લાભ લીધો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ને ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસુરીયા અને વરાછા વિસ્તાર ના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી એ હજારો હરિભક્તો ની જન મેદાની ને સંબોધી. આજે પુર્ણાહુતીના દિવસે વડતાલના પરમ પૂજ્ય ભાવિ આચાર્યશ્રી 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદ આ મહોત્સવ માં પધાર્યા અને પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરી હતી.
પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી બાદ નૂતન શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવનમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજ રોજ વસંત પંચમીના શુભદિને શિક્ષાપત્રી જયંતિ નિમિતે શિક્ષાપત્રીનું પૂજન અર્ચન કરી ભવ્ય ત્રિવેણી સંગમ ઉજવ્યો અને જેનો હજારો ની સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ લાભ લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.