એક પરિવાર, 7 મૃતદેહો અને ભયંકર ષડયંત્ર… પોલીસે જેને આપઘાત કહ્યો, એ તો સામુહિક હત્યા નીકળી- વાંચો ધ્રુજાવી દેતી ઘટના

Pune, Maharashtra: મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એકસાથે 7ના મોત થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બધાના મનમાં એક જ સવાલ છે કે આખો પરિવાર એક સાથે કેવી રીતે મરી ગયો? પોલીસે અગાઉ આ મામલાને બધાએ એક સાથે આપઘાત કરેલો છે. પરંતુ જ્યારે થોડાકી તપાસ બાદ આ મામલો સામે આવ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા. હકીકતમાં આ મામલો આપઘાતનો નહીં પરંતુ પ્લાન કરીને કરેલી  હત્યાનો છે તેવું બહાર આવ્યું છે. જૂની દુશ્મનાવટ કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો અને તેમના મૃતદેહ નદીમાં ફેંકી દેવા માં આવ્યો.

23 જાન્યુઆરી 2023 ના રોજ…
પુણે શહેર પોલીસને એક ગામમાંથી માહિતી મળી કે, યાવત ગામની સીમમાં ભીમા નદી પર પરગાંવ પુલ પાસે 4 લોકોના મૃત શરીર મળી આવ્યા છે. આ સાંભળીને વિભાગમાં ભયનો મહાલો મચી ગયો છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ચારેય મૃત શરીરને પાણીમાંથી બહાર કાઢીના કબજા મા લીધા હતા. પંચનામાની કાર્યવાહી બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. ઘટના સ્થળ અને મૃત શરીરની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે આ આપઘાતનો મામલો હોઈ શકે છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

24 જાન્યુઆરી, 2023 ના રોજ…
પુણે શહેર પોલીસને ફરીથી માહિતી મળી કે યાવત ગામની હદમાં ભીમા નદી પર પરગાંવ પુલ પાસે ફરીથી 3 મૃત શરીર મળી આવ્યા છે. સ્તબ્ધ, પરેશાન પોલીસકર્મીઓ ફરીથી ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે જોયું કે ત્રણ મૃત શરીર ત્યાં પડેલા હતા. બરાબર એ જ રીતે એક દિવસ પહેલા 4 મૃત શરીર મળી આવ્યા હતા. ખાસ વાત એ હતી કે તમામ મૃત શરીર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે પડેલા હતા.

પોલીસે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું
આપઘાત પોલીસ માટે મામલો પડકારરૂપ બની ગયો હતો. માત્ર બે દિવસમાં 7 લોકોના મૃત શરીર, તે પણ એક જગ્યાએ… આ બાબત પોલીસને પણ પરેશાન કરતી હતી. પરંતુ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવો પ્રાથમિક તપાસ કર્યા બાદમાં પોલીસે આ કેસને આત્મહત્યા જાહેર કર્યો હતો. પોલીસ આ એંગલથી પણ મામલાની તપાસ કરી રહી હતી.

પહેલા પોલીસે મૃતકોની ઓળખ કરી
પોલીસે સૌથી પહેલું કામ તેમની ઓળખ કરવાનું કર્યું. કારણ કે સૌથી પહેલા એ જાણવું જરૂરી હતું કે મૃત્યુ પામેલા લોકો કોણ હતા? પોલીસને ઓળખ કરવામાં લાંબો સમય ન લાગ્યો. મૃત શરીરની ઓળખ 45 વર્ષીય મોહન પવાર, તેમની પત્ની સંગીતા પવાર જેમની ઉમર 40 વર્ષની હતી, તેમની પુત્રી રાની, જમાઈ શ્યામ પંડિત ફલવારે અને તેમના 3 બાળકો તરીકે કરવામાં આવ્યા છે.

7માંથી 6 આરોપીની ધરપકડ, એક ભાગી ગયો
પુણે ગ્રામીણ પોલીસના ટોચના અધિકારીએ ને જણાવ્યું કે આ હ્રદયસ્પર્શી હત્યામાં પોલીસે મંગળવારે મોડી રાત્રે ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 6 લોકો ની ધરપકડ કરી છે. આ ઘટનાને અંજામ આપવામાં તેની સાથે એક મહિલા પણ સામેલ હતી. જ્યારે આ હત્યા કેસમાં પકડાયેલ આરોપીઓ પૈકી એક હજુ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. આ સાથે આ મામલે ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર પરિવારના મોતનો મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *