રમઝાન પર મક્કા જઇ રહેલી બસ સાથે એવી ઘટના બની કે, તડપી-તડપીને મોતને ભેટ્યા 20 લોકો… જુઓ શું થયું હતું ઘટના સ્થળે?

સાઉદી અરેબિયા(Saudi Arabia)માં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પવિત્ર શહેર મક્કા લઈ જતી બસ સોમવારે પુલ પર અથડાઈને ભીષણ આગ(fire) ભભૂકી ઉઠી હતી, જેમાં…

સાઉદી અરેબિયા(Saudi Arabia)માં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પવિત્ર શહેર મક્કા લઈ જતી બસ સોમવારે પુલ પર અથડાઈને ભીષણ આગ(fire) ભભૂકી ઉઠી હતી, જેમાં 20 લોકોના મોત(20 people died) થયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. સાઉદીના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

રમઝાન દરમિયાન અકસ્માત
આ ઘટના સાઉદી અરેબિયાના દક્ષિણી પ્રાંત આસિર(Asir)માં બની હતી. બસ હજ યાત્રીઓને ઈસ્લામના પવિત્ર શહેરો મક્કા અને મદીના લઈ જઈ રહી હતી. જણાવી દઈએ કે, આ ઘટના રમઝાન દરમિયાન બની હતી. આ સમય દરમિયાન લાખો યાત્રાળુઓ ઉમરાહ કરવા ઇસ્લામના આ પવિત્ર શહેરોની મુલાકાત લે છે.

20 સુધી પહોંચી ગયોમૃત્યુઆંક
સાઉદી અરેબિયાની સત્તાવાર ચેનલ અલ-એખબારિયાએ જણાવ્યું હતું કે, “હવે અમને મળેલી પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે અને ઘાયલોની સંખ્યા લગભગ 29 છે.” મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અલગ-અલગ દેશોના હતા, પરંતુ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

બ્રિજ સાથે અથડાયા બાદ પલટી ગઈ બસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસમાં થોડી સમસ્યા હતી. તે જ સમયે, એક ખાનગી અખબાર ઓકજને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે બસ બેકાબૂ થઈ ગઈ અને પછી એક પુલ સાથે અથડાઈ અને પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.

આ ઘટના પહેલીવાર નથી
અત્રે ઉલેખનીય છે કે, સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળોની આસપાસ હજ અથવા ઉમરાહ યાત્રીઓને પરિવહન કરવું એક જોખમી કાર્ય છે. ખાસ કરીને હજ દરમિયાન, જ્યારે રસ્તાઓ પર ખુબજ ટ્રાફિકજામ થતું હોય છે. અહીં આવી ઘટના પહેલીવાર નથી બની. અગાઉ ઓક્ટોબર 2019 માં મદીના નજીક અન્ય ભારે વાહન સાથે બસ અથડાતાં લગભગ 35 હજ યાત્રીઓ માર્યા ગયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *