સુરતમાં મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓ માટે મોટા સમાચાર- વાંચી લેજો પોલીસ કમિશનરનું આ જાહેરનામું , નહિતર…

સુરત(Surat): શહેરમાં બનતા મોબાઈલ ચોરી(Mobile theft)ના અને મોબાઈલના ઉપયોગથી કરવામાં આવતા ગુન્હાઓને શોધી કાઢવા માટે સુરત શહેર પોલીસ કમિશનર(Surat City Police Commissioner) દ્વારા એક અગત્યનું…

સુરત(Surat): શહેરમાં બનતા મોબાઈલ ચોરી(Mobile theft)ના અને મોબાઈલના ઉપયોગથી કરવામાં આવતા ગુન્હાઓને શોધી કાઢવા માટે સુરત શહેર પોલીસ કમિશનર(Surat City Police Commissioner) દ્વારા એક અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જુના મોબાઇલના મોબાઇલ લે વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરેપૂરું નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજિયાત પણે બનાવવાના રહેશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કામગીરી ન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીઓની અને મોબાઈલ સ્નેચિંગની ઘટના અવારનવાર સામે આવી છે. જેને કારણે મોબાઈલ ચોરીઓની રોજે રોજ ઢગલાબંધ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.ત્યારે મોબાઈલ ચોરીના આ નેટવર્ક નો પર્દાફાશ કરવા પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જુના મોબાઇલ લે વેચ સામે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જૂના મોબાઇલ વેચતા સમયે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરેપૂરું નામ તથા સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજિયાત બનાવવાનું રહેશે. આ રજીસ્ટરમાં મોબાઇલની વિગત, કંપનીના આઈએમઆઇ નંબરની વિગત, મોબાઈલ બિલ ની વિગત, લે વેચ કરનાર ના નામ અને સરનામાની વિગત, તેમજ આઈ ડી પ્રુફની વિગત નોંધાયેલી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ વેપારી આ પ્રકારની કામગીરી કરશે નહીં તો તે વેપારી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

માત્ર એટલું જ નહીં પણ આ નોંધવામાં આવેલ વિગતની એક નકલ વેપારી પાસે રાખવામાં આવશે જ્યારે બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત આપવાની રહેશે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આ હુકમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષાને પાત્ર રહેશે.

મહત્વનું છે કે, જુના મોબાઇલની લે વેચ સાથે મોબાઇલમાં વપરાતા સીમકાર્ડના પણ ખરીદ વેચાણ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા મોટો આદેશ જાહેર કરાયો છે. જેમાં મોબાઈલના ખરીદ વેચાણની જેમ જ સીમકાર્ડ વેચાણ સમયે વેપારીઓએ ખરીદનારનું નામ સરનામું માટેના ઓળખના પુરાવા તથા સીમકાર્ડ ના નંબર અને કંપનીની વિગતો ફરજિયાત પણે નોંધવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *