પશ્ચિમ બંગાળ(West Bengal): આખી જીંદગી ભિખારીની જેમ ફાટેલા કપડા પહેરીને તૂટેલા ઘરમાં રહેતી સ્ત્રીના મૃત્યુના પાંચ દિવસ પછી, સ્થાનિક લોકો જ્યારે તેમની ઝૂંપડીમાં તેમના સામાનની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ તૂટેલી ફૂટેલી ઝૂપડીમાં ત્રણ ટ્રંક રાખેલા હતા જ્યારે તેને ખોલવામાં આવ્યા તો તેમાંથી પૈસાના ઢગલા થયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો છે. ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુરની મહિલા કોનિકા મહંતો એક ઝૂંપડીમાં રહેતી હતી. થોડા દિવસ પહેલા તેમનું નિધન થયું હતું. મહિલાના અંતિમ સંસ્કાર બાદ તેના પડોશીઓએ તેના ઘરની તલાશી લીધી અને તેમાં 3 ટ્રંક મળી આવ્યા.
આ ટ્રંકમાં લાખો રૂપિયા હતા. ટ્રંક ખોલતાં પાડોશીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ માહિતી મહિલાના પુત્ર બાબુ મહંતને આપવામાં આવી હતી. પુત્ર પરિવારથી અલગ થઈ ગયો હતો. તે તેની માતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારમાં આવ્યો હતો પરંતુ તેને ખબર નહોતી કે તેની માતા કરોડપતિ છે.
પાડોશીઓ, સંબંધીઓ અને મૃતક મહિલાના પુત્રએ જણાવ્યું કે હવે આ પૈસા બેંકમાં વૃદ્ધ માતાના નામ પર રાખવામાં આવશે. આ પૈસા કોનિકા મહંતના શ્રાદ્ધ અને શાંતિ કાર્યો માટે વાપરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.