માથાના ભાગે હથોડાના ઘા ઝીકી પુત્રએ કરી માતાની નિર્મમ હત્યા, પછી ભાઈને પણ ઉતાર્યો મોતને ઘાટ

હાલમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો હે ત્યારે આવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે. મોડી રાત્રે ખુબ ડરાવનારી ઘટના બની છે. અહીં એક યુવકે માતા તથા નાના ભાઈના માથા પર ભારે હથોડો મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આરોપી યુવક પિતા તથા 3 ભાઇની પણ હત્યા કરવા માંગતો હતો. જો કે, હોબાળો થતાં આજુબાજુની શેરીના લોકો આવી ગયાં હતા. આવા સમયમાં પિતા-ભાઈઓનો જીવ બચી ગયો હતો. તેઓ ઘાયલ થયા હતા. આ ઘટનાને અંજામ આપ્યા પછી હત્યાનો આરોપી ફરાર થઈ ગયો છે.

દીકરાએ જ પરિવારની હત્યા કરવા માટે આ ઘટનાને અંજામ કેમ આપ્યો? હજુ પણ આ બાબત સ્પષ્ટ થઈ શકી નથી.  પૂછપરછના આધારે જાણવા મળ્યું છે કે, આરોપી ડીપ ડિપ્રેશનમાં હોવાથી છેલ્લા 2 વર્ષથી જયપુરમાં તૈયારી કરી રહ્યો હતો પણ તેની પસંદગી ન થતાં તણાવમાં આવી ગયો હતો.

રાત્રે 2 વાગે ઘટનાને અંજામ આપ્યો, સૌપ્રથમ માતાની હત્યા કરી:
પોલીસે કહ્યું હતું કે, જે પરિવારમાં આ લોહિયાળ ઘટના બની છે તે ફર્નિચર બનાવવાનું કામ કરે છે. માતા-પિતા ગામમાં અને બાકીના 5 ભાઈઓ જયપુરમાં રહેતા હતા. તેના ભાઈનું અજમેરમાં એપેંડિક્સનું ઓપરેશન કરાયુ હતું. ત્યારપછી બુધવારે ભાઈઓ ગામમાં આવ્યા હતા.

બુધવારની રાત્રે આરોપીએ રૂમમાંથી બહાર નીકળીને વીજળીનો ફ્યૂઝ કાઢીને ઘરની લાઇટ બંધ કરી નાખી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને માતાના રૂમમાં જઈ તેમના માથા પર હથોડો મારીને તેમની હત્યા કરી દીધી હતી. ત્યારપછી નાના ભાઈના રૂમમાં જઈને તેના માથા પર પણ હથોડો મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન હોબાળો થતાં આરોપીને રોકવા બહાર સૂતેલા પિતા અને બીજા રૂમમાં સૂઈ રહેલા અન્ય 3 ભાઈઓ  દોડીને આવતાં આરોપીએ તેમની પર પણ હુમલો કર્યો હતો. આરોપી તેમની પણ હત્યા કરવા માગતો હતો. હથોડાથી કરેલા હુમલામાં ત્રણેય ઘાયલ થયા હતા.

રાત્રે આખો પરિવાર જમ્યા પછી સૂઈ ગયો હતો:
આ ઘટના બનવાં પાછળનું કારણ હજુ પણ સમજાયુ નથી. એવું જણાવાયુ છે કે, રાત્રે પરિવારજનો જમ્યા પછી સૂતા હતા તેમજ કોઈ વિવાદવાળી વાત પણ ન થઈ હતી. એક સગાએ કહ્યું હતું કે, જે અમરચંદ્રએ ઘટનાને અંજામ આપ્યો છે તે ચૂપચાપ રહેતો હતો. દિવસે પણ પરિવારના લોકો આરામથી ગામમાં રહીને લોકો સાથે વાતચીત કરતાં પરિવારને કોઈ પ્રકારની મુશ્કેલીનો અંદાજ આવ્યો ન હતો.

હત્યાના સમયે વિચિત્ર હરકત કરી રહ્યો હતો આરોપી:
હત્યા દરમિયાન આરોપી જે રીતે વિચિત્ર હરકત કરતો હતો કે, તે ડીપ ડિપ્રેશનમાં હોવા તરફ ઈશારો કરતો હતો. પોલીસે કહ્યું હતું કે, સૌપ્રથમ તો ઘરની લાઇટ બંધ કરીને બહારનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને પછી માતાના રૂમમાં જઈને હથોડાથી તેમની હત્યા કરવામાં આવી હતી.

ત્યારપછી નાના ભાઈના રૂમમાં જઈને ત્યાં તેને કહ્યું કે, માતા બોલાવી રહ્યા છે. તે જેવો જ ઊઠ્યો કે તેના માથા પર પણ હથોડાનો ઘા મારીને હત્યા કરીને હોબાળો થતાં ઉપરના માળે સૂઈ રહેલા ભાઈઓ દોડીને આવતા દરવાજો બંધ હોવાને લીધે તેઓ બાજુની દીવાલ કૂદીને અંદર આવ્યા હતા. ત્યાં આરોપી તેમણે જોઈને બોલ્યો કે કંઇ થયું નથી, આપ જાઓ… ત્યારપછી તેણે બીજા ભાઈઓ અને પિતા પર પણ હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *