95 schoolgirls paralyzed simultaneously in Kenya: દેશ અને દુનિયામાં અનેક અનોખા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેને સમજવામાં વિજ્ઞાનને પણ સમય લાગે છે. ઘણી વખત, અચાનક વિચિત્ર બીમારી અથવા કેટલાક લોકોમાં વિચિત્ર વર્તન આશ્ચર્યજનક છે. ત્યારે કેન્યામાં એક રહસ્યમય રોગે અજગરી ભરડો લીધાની ડરામણી ઘટના સામે આવી છે. અહીંની શાળામાં છોકરીઓના પગમાં પેરાલિસિસની ફરિયાદના ઉઠતા સનસનાટી મચી ગઇ છે.
સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર, કેન્યામાં લગભગ 100 સ્કૂલનાં બાળકોએ તેમના પગમાં લકવાનાં લક્ષણોની જાણ કરતા હાહાકાર મચી ગયો છે. સાથે જ મોટાભાગની છોકરીઓ લકવાની(95 schoolgirls paralyzed simultaneously ) સ્થિતિને લઈને ચાલી શકે તેવી પણ હાલતમાં ન હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સામે આવી હોવાનું માનવામાં આવે છે. પરિણામે હાલ શાળા બંધ કરી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
શાળાની 95 છોકરીઓ લકવાગ્રસ્ત
સેન્ટ થેરેસા આર્ગી હાઈસ્કૂલની આ છોકરીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. એક વિચિત્ર બીમારીને કારણે આ યુવતીઓના શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે લકવો થઈ ગયો છે.
VIDEO: A significant number of students from St. Theresa’s Eregi Girls High School in Kenya have been admitted to the hospital due to an unexplained ailment. The majority of these girls are reportedly experiencing paralysis in their legs, leaving them incapable of walking. #kenya pic.twitter.com/1sPuMbIzPH
— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) October 5, 2023
ચોંકાવનારો વીડિયો વાયરલ
કહેવાતા “રોગચાળો” એ છોકરીઓના પરિવારોને ગભરાટ અને ચિંતામાં મૂકી દીધા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે છોકરીઓના પગ અચાનક જ સુન્ન અને સ્થિર થઈ ગયા હતા. કેન્યાના સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપમાં છોકરીઓ લંગડાતા અને સ્તબ્ધ થઈને ચાલતી જોઈ શકાય છે.
લેવામાં આવ્યા લોહી અને પેશાબના નમૂના
કાકામેગા કાઉન્ટી હેલ્થ સીઈસી બર્નાર્ડ વેસોંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે અજાણ્યા રોગનું કારણ સમજવા માટે છોકરીઓના લોહી, પેશાબ અને સ્ટૂલના નમૂના લેવામાં આવ્યા છે. આને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના બાદ શાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube