ઉત્તરપ્રદેશમાં પ્રતાપગઢ જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે પાંચ વાગ્યે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 9 લોકોના મોત થઈ ગયા. જિલ્લાના વાજિદપુરમાં સવારે આશરે 5 વાગ્યે ટ્રક અને સ્કોર્પિયો કારની વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. અહીં વરસાદને પગલે ટ્રક અને સ્કોર્પિયોની સામસામે ટક્કર થઈ ગઈ અને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 4 યુવકો, 3 મહિલાઓ અને 2 બાળકો સામેલ છે. આ ઉપરાંત, સ્કોર્પિયોનો ચાલક આ દુર્ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે લખનૌની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સ્કોર્પિયોમાં 10 લોકો સવાર હતા. આ તમામ હરિયાણાથી બિહાર જઈ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સ્કોર્પિયોમાં 10 લોકો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો રાજસ્થાનથી બિહાર એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. નવાબગંજના વાજિદપુર ગામ પાસે હાઈવે પર ધોધમાર વરસાદના કારણે ટ્રક અને સ્કોર્પિયોની સામસામે ટક્કર થઈ ગઈ હતી.
એક જ પરિવારના 9 લોકોના મોત
પોલીસે જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો બિહારના ભોજપુરના રહેવાસી છે. પરાગનગર વાજિદપુર પાસે સવારે લોકોએ અવાજ સાંભળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને તેમને પોલીસને દુર્ઘટનાની સૂચના આપી. સ્કોર્પિયોનો અડધો ભાગ ટ્રકની અંદર ઘુસી ગયો હતો. સ્કોર્પિયોમાં સવાર લોકો બૂમા બૂમ કરી રહ્યા હતા. સૂચના મળતાની સાથે નવાબગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પણ થોડી વારમા જ 9 લોકોના મોત થયા હતા.
Pratapgarh: 9 dead and one injured after the car they were travelling in collided with a truck in Nawabganj police station limit. SP says,”the victims were on their way to Bhojpur in Bihar from Rajasthan to attend an event. The injured has been shifted to hospital.” pic.twitter.com/Xp5RnUzXHq
— ANI UP (@ANINewsUP) June 5, 2020
દુર્ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ગ્રામીણોની મદદથી કારમાંથી શવોને બહાર કાઢી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના એટલી ભયાનક છે કે કારમાંથી મૃતકોના શવ કાઢવામાં ખૂબ મુશ્કેલી આવી રહી છે. હાલ, કારને કાપીને શવોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં ત્રણ શવોને બહાર કાઢવામાં આવ્યા છે, અન્ય ફસાયેલા શવોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ગેસ કટરથી સ્કોર્પિયોની બોડી કાપીને લાશો બહાર કાઢી
પોલીસે ગેસ કટરથી સ્કોર્પિયોની બોડી કાપીને લાશો બહાર કાઢી હતી. સ્કોર્પિયમાં 10 લોકો સવાર હતા. માત્ર એક વ્યક્તિ જ જીવતો બચ્યો છે. તેની પણ સ્થિતિ નાજૂક છે. તેને સારવાર અર્થે રાયબરેલી મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી તેને લખનઉ રેફર કરી દેવાયો છે.
યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
આ ભીષણ દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિની તમામ પ્રકારની સારવાર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news