સુરત(Surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલ(Amit Silk Mill)માં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગની 17 જેટલી ગાડીઓ તાત્કાલિકપણે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કલાકોની જહેમત પછી ફાયર બ્રિગેડે(Fire Brigade) આગ પર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
મિલમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ:
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં સવારના ટાઈમે આગ ફાળી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ બન્યો હતો. જયારે આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 17 ગાડીઓ તેમજ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કલાકોની જહેમત પછી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત હાલ કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ પહોંચી નથી.
મળતી માહિતી અનુસાર હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહ્યી છે. કારણ હજુ સામે આવ્યું નથી. આગ લાગવાથી મિલને ઘણું મોટું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.