ભરૂચ ઝઘડિયા ચોકડી નજીક ટ્રકમાં ભયંકર આગ લાગ્યા બાદ ડીઝલ ટેન્ક ફાટી અને…

રાજ્યમાંથી અવારનવાર આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ભયંકર ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. રાજપારડીથી સિલિકા ભરીને પૂણે તરફ જઈ રહેલ ટ્રકમાં ઝઘડિયાના ચાર રસ્તા નજીક શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી.

જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કારણે ટ્રકના ડીઝલ ટેન્ક સહિત ટાયરો ધડાકાભેર ફાટતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ટ્રક ચાલકનો આબાદ રીતે બચાવ થયો હતો. ટ્રકમાં આગને કારણે થોડા સમય માટે ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો.

ઘટનાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બનાવની વિગતો એવી છે કે, રાજપારડી ગામ નજીકથી સિલિકા ખનિજ ભરીને એક ટ્રક મહારાષ્ટ્રના પુણે તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન ઝઘડિયાના ચાર રસ્તા નજીક ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઊઠી હતી.

આગને કારણે ચાલક કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આગ પ્રસરીને ડીઝલ ટેન્ક સુધી પહોંચતાં ડીઝલ ટેન્ક તેમજ ટાયરો ધડાકાભેર ફાટી નીકળ્યા હતા. ઝઘડિયા GIDCની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હોવાંથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વીજ લાઇન પર બંધ કરવામાં આવી :
ટ્રકમાં આગ લાગવાની ઘટના સજાયા પછી ઝઘડિયા-રાજપારડી રોડ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગ સ્વરૂપે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રાફિક થંભાવી દેવામાં આવ્યો હતો. આની સાથે જ વીજ લાઇન પર બંધ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *