સુરતમાં બેંકમાંથી કરોડોની છેતરપીંડી કરનાર 20 આરોપી પૈકી 5 લોકોની કરી ધરપકડ, આરોપીના નામ જાણી…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. અરૂણાચલ પ્રદેશમાં આવેલ ઈટાનગરમાં બોગસ ડોક્યુમેન્ટથી ભૂતિયા વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને વાહનો પર સુરતમાં આવેલ યસ બેંકની સાથે કરવામાં આવેલ કુલ 8.64 કરોડની છેતરપિંડી સામે આવી રહી છે.

જેમાં કુલ 20 લોનધારકોએ મળીને કુલ 5.25 કરોડ ભરપાઈ કર્યા ન હતા. ક્રાઇમબ્રાંચે મુખ્ય સૂત્રધાર ઈર્શાદ પઠાણ, તેનો ભાઈ ઈમરાન, કપિલ કોઠીયા, શૈલેષ જાદવાણી તથા મુકેશ સોજીત્રાની ધરપકડ કરીને રજૂઆત કરાતા કોર્ટે 22મી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

વર્ષ 2016-’18ના સમયગાળામાં કુલ 20 આરોપીએ કુલ 53 વાહન પર લોન લીધી:
ઈટાનગર RTOમાં પાસિંગ માટે ફિઝિકલી વાહનો જોવાની પદ્ધતિ નથી. ટોળકીએ બોગસ ડોક્યુમન્ટથી કુલ 48 ભૂતિયા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ગોધરામાં કુલ 4 તથા વેસ્ટ બંગાળમાં એક વાહન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ વર્ષ 2016થી લઈને ઓક્ટોબર વર્ષ 2018 સુધીમાં સહારા દરવાજાની યસ બેંકથી ભૂતિયા 30 બસ તથા 23 હાઇવા પર લોન 8.64 કરોડની લીધી હતી.

શરૂઆતમાં રેગ્યુલર હપ્તા ભરી બાદમાં કુલ 5.25 કરોડની ભરપાઈ કરી ન હતી. યશ બેંકના સુમિત ભોંસલેએ સુરત ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપવામાં આવી છે. જેને આધારે પોલીસે કુલ 20 લોનધારકોની વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ આ ગુનામાં કુલ 15 લોકો ફરાર છે.

વિજિલન્સે કેવી રીતે છેતરપિંડી પકડી પાડી?
સરથાણા પોલીસે વર્ષ 2019માં માર્ચ મહિનામાં ઈર્શાદ પઠાણની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લીધે યશ બેંકની વિજિલન્સ ટીમ દ્વારા ઈર્શાદનું નામ આવતા તપાસ કરાવી તો યસ બેંકમાંથી કુલ 10 લોન લીધી હતી. જેથી વિજિલન્સની ટીમે ગેરેજ પર તપાસ કરી તો ઈર્શાદે ગાડીઓ સ્ક્રેપમાં આપી દીધાનું રટણ કર્યું હતું.

ટેક્સ ભરવો ન પડે તેની માટે એક નંબરની 2 બસો સરથાણા પોલીસે પકડી પાડી હતી. આ વખતે સરથાણા PI અને 3 પોલીસકર્મીઓએ લાખોની રકમ લઈને મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી રેલો આવતા PI સહિતના 4 કર્મીઓ લાંચની રકમ લેવામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

લોનધારકોના નામોની વિગતો:
કપિલ પરસોતમ કોઠીયા (રહે,સોના એપાર્ટ,મોટાવરાછા), ઈર્શાદ કાળુ પઠાણ (રહે,રહેમતનગર,વાલક,કામરેજ), સલમા ઈર્શાદ પઠાણ (રહે,રહેમતનગર,વાલક,કામરેજ), અખિલ વિનુ ધિનૈયા (રહે,ગાર્ડન વેલી એપાર્ટ,મોટાવરાછા), રાજેશ એમ સોજીત્રા (રહે,અવધ રેસીડન્સી,પરબધામ), આશીષ બી કાકડીયા (રહે,રૂષીકેશ એપાર્ટ,સરથાણા), વિજય એમ ધોડિયા (રહે,વેરોના રેસીડન્સી,સરથાણા જકાતનાકા), જીવન લાલ રાજગોર (રહે,પશુપતિનાથનગર,દાહોદ), શૈલેષ જાદવાણી (રહે,સ્નેહ મિલન સોસા,વરાછા), બુધા બાલા મેઘાણી (રહે,જયરણછોડનગર,સરથાણા), ઈમરાન કાળુ પઠાણ (રહે,રહેમતનગર,વાલક,કામરેજ), ભાવેશ કાળુ ગજેરા (રહે,કાવેરી હેબિટેડ,સરથાણા), અશ્વિન એમ કટારીયા (રહે,શિવપાર્ક સોસા,ગોડાદરા), જગદીશ કે.ગોંડલીયા (રહે,વ્રજચોક,સરથાણા), સંજય જે સટોડીયા (રહે,શાલીગ્રામ સ્ટેપ્સ, મોટવરાછા), મુકેશ ધીરૂ સોજીત્રા (રહે,વ્રજચોક,સરથાણા), જીગ્નેશ ભીમજી વિરાણી (રહે,શાશ્વતવિલા, કામરેજ), ઘનશ્યામ જી ચાલોડીયા (રહે,સાગર સોસા,કાપોદ્રા), હરેશ લાલજી ધોળકીયા (રહે,અમરાપરા, અમદાવાદ), જીતેન્દ્ર કે વાઘાણી (રહે,શિવમ રો હાઉસ, મોટાવરાછા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *