સુરતની અન્નપૂર્ણા કાપડ માર્કેટમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે

સુરત(Surat): શહેરના રિંગ રોડ(Ring Road) વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટ(Annapurna Textile Market)માં અચાનક જ ભીષણ આગ(Fire) ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો ગયો છે. મળતી માહિતી અનુસાર, રિંગ રોડમાં આવેલી અન્નપૂર્ણા કાપડ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી.

ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવાયો હતો.

અન્નપૂર્ણા કાપડ માર્કેટમાં 547 નંબરની દુકાનમાં આગ લાગી હતી. હાલમાં તો આગ પર ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આગ શા માટે લાગી હતી તેનું કારણ અકબંધ છે. પરંતુ રાહતના સમાચાર છે કે, આ આગને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી અને આગને ફાયર બ્રિગેડ દ્વારા કાબુમાં કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *