ધરણા, ભૂખ હડતાલ, પ્રદર્શન જેવી ઘટનાઓ સામાન્ય રીતે રાજકારણમાં થતી હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ પોતાનો પ્રેમ મેળવવા માટે ભૂખ હડતાલ કરી હોય અને તે તેમાં સફળ પણ રહ્યો હોય ? જી હાં આવી જ એક ઘટના બની છે તાજેતરમાં જેમાં એક વ્યક્તિએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ગાંધીવાદી રસ્તો અપનાવ્યો અને તે તેમાં સફળ પણ રહ્યો.
બંગાળના અનંત નામનો યુવક છેલ્લા આઠ વર્ષથી એક યુવતીના પ્રેમમાં હતો પરંતુ થોડા દિવસો પહેલાથી તેની ગર્લફ્રેન્ડ તેને અવગણી રહી હતી, વોટ્સએપમાં તેને બ્લોક કરી દીધો અને મળવાનું પણ બંધ થઈ ગયું. તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના પરીવારના સભ્યો તેના લગ્ન અન્ય કોઈ સાથે કરાવવા જઈ રહ્યા છે. તેણે સમય બગાડ્યા વિના ગર્લફ્રેન્ડને પત્ની બનાવવા માટે તેના ઘર સામે ભૂખ હડતાલ પર બેસી ગયો.
જેમ પ્રદર્શનકારી હાથમાં પ્લેકાર્ડ લઈ ધરણા કરે છે તેવી જ રીતે અનંત પણ ગર્લફ્રેન્ડને મનાવવા માટે ભૂખ હડતાલ પર બેસી ગયો. થોડા દિવસોમાં બંનેના ઘરના આવ્યા, પોલીસ આવી, મિત્રો આવ્યા પરંતુ તેણે પોતાની જીદ છોડી નહીં. અનંતની જીદ જોઈ યુવતીના ઘરના પણ માની ગયા અને લગ્ન માટે તૈયાર થઈ ગયા. બંનેના લગ્ન તુરંત મંદિરમાં જઈ કરાવી દીધા.