સુરતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાને કારણે માતા- પુત્રનું મોત- જાણો સમગ્ર ઘટનાક્રમ

દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCL ગુજરાત સરકારની સૌથી બેદરકાર કંપનીઓ માની એક છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની બેદરકારીને લીધે હજુ થોડા સમય પહેલાં…

દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCL ગુજરાત સરકારની સૌથી બેદરકાર કંપનીઓ માની એક છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની બેદરકારીને લીધે હજુ થોડા સમય પહેલાં જ એક યુવતીએ થાંભલાને અડકતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી ઘટના આજે ફરી બની છે.

ઘટના સુરતના પુણા ગામ વિસ્તારની છે. પુણાગામ વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં રહેતા ભાવનાબેન જુગલભાઈ ઉકાણી અને તેમના પુત્ર અમિત જુગલભાઈ ઉકાણી નું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. ભાવના બહેને પોતાના પુત્ર અમિતને રાત્રે 8:30 વાગ્યે કહ્યું કે, બેઠા છો ને બહાર તણખલા થાય છે, આપણા કપડામાં તણખા નહિ ઉડે એમ કહેતા પુત્ર કપડા લેવા ગયો. તે જ સમયે લોખંડની ગ્રીલ માં જીવંત વિસ્તારને કારણે કરંટ લાગતાં યુવાન પુત્ર ચોટી ગયો. પોતાના દીકરાને કરંટ લાગતો જોઇ માતા તેના દીકરા નો બચાવ કરવા જતાં તે પણ ચોટી ગયા.

ઘટના બનતા તરત જ મા-દીકરા બન્નેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટરે મૃત જાહેર કર્યા. યુવાન દીકરો અમિત પોતાના પિતા સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. માતા-પુત્રના મોતને પગલે પિતા, મોટો ભાઈ અને બહેન આઘાતમાં સરી પડ્યા. ઘટના બનતા પૂણાગામ પોલીસ દોડી આવી હતી અને એફએસએલની પણ મદદ લેવામાં આવી.

ગ્રીલ માં કરંટ પ્રસરતા ઘટના બની હતી :-

મૃતકના કાકા ના મતે ઘટના પાછળ વીજ કંપનીના જવાબદાર ગણવામાં આવી રહી છે. તેઓના ઘરની બહાર મીટર મૂકેલું હતું અને આ મીટર થી સર્વિસ વાયર ની વચ્ચે કદાચ વાયર થયેલ હોય જેના કારણે દાદર ની પાસે લોખંડની ગ્રીલ માં કરાયેલો વાયર જોઈન્ટ થઇ જતાં અમિત ને કરંટ લાગ્યો. વીજ કંપની દર વર્ષે વાયરીંગ નું ચેકિંગ કરવું જોઈએ તેવું તેમના કાકા એ કહ્યું.

DGVCL ની લાપરવાહી અંગે તપાસ થશે :-

પુણાગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જણાવે છે કે કરંટ લાગવાથી માતા અને પુત્ર બંનેનું મૃત્યુ થયું છે. ડીજીવીસીએલની લાપરવાહી છે કે કેમ તે બાબતે યોગ્ય તપાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *