હાલમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અવારનવાર રાજ્યમાં આવેલ અમદાવાદમાંથી હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આવેલ નિકોલ વિસ્તારની સંસ્કૃત રેસિડેન્સીમાં રહેતાં પતિએ પત્ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
ઘર કંકાસમાં પતિ મિતેશ ભાનુએ પત્ની પીનલની હત્યા કરી નાંખી છે. ભરબપોરે પતિ પત્નીને છરીના ઘા મારીને ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારા મિતેશને તેના પિતા દ્વારા જ પકડી પાડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ નિકોલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. પત્નીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ફરાર થયેલ પતિને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પત્ની સાથે ઝઘતો થતા છરીના ઘા માર્યા:
આ હત્યા બાબતે નિકોલ પોલીસ સ્ટેશનના PI વી.ડી. ઝાલા જણાવે છે કે, સંસ્કૃત રેસિડેન્સીમાં રહેતાં મિતેશભાઈ ભાનુ, પત્ની, 3 દીકરી તેમજ માતા-પિતાની સાથે રહે છે. પોતે છૂટક મજૂરી કામ કરે છે. બપોરનાં સમયે ઘરમાં બધા હાજર હતા ત્યારે મિતેશભાઈને પત્ની પીનલ સાથે ઝઘડો થતાં પતિએ આવેશમાં આવી જઈને પત્નીને છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.
22 માર્ચે એક પતિએ હોટલમાં પત્નીની હત્યા કરી હતી
આની પહેલા પણ 22 માર્ચે શહેરના હાટકેશ્વર- અજીત મિલ રોડ પરની હોટલ અતિથિમાં પતિએ પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. મૃત મહિલાને તેના ભાઈના સાળાની સાથે આડાસબંધની હોવાથી પતિએ તેને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ જઇને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.