Gold world cup: અમદાવાદમાં શનિવારે એટલે કે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ (2023)ની સૌથી રોમાંચક મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની ટક્કર નિહાળવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચાહકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે, લોકો આ મેચની આતુરતાથી(Gold world cup) રાહ જોઈ રહ્યા છે.
ગોલ્ડ વર્લ્ડ કપ
આ ઉત્સાહ બતાવવા માટે અમદાવાદના એક ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. તેને બનાવનાર જ્વેલરનું નામ રઉફ શેખ છે. શેખે આ ટ્રોફી વિશે કહ્યું, ‘2014માં મેં 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને 2019માં મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવીને મારો જ રેકોર્ડ તોડ્યો હતો.
તેણે કહ્યું, ‘હવે 2023માં મેં 0.900 ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.
ભારત-પાકિસ્તાન મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં યોજાનારી આ હાઈવોલ્ટેજ મેચ માટે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ માટે સમગ્ર અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓનો 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો પણ સમાવેશ થાય છે.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે. સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને લગભગ 4 હજાર હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube