રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન- રવિ શાસ્ત્રીએ જણાવ્યું નામ

Ravi Shastri On Team India New Captain: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી એક પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. T20 વર્લ્ડ કપ 2021 બાદ રોહિતને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, વર્ષ 2022 માં, તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી. ODI વર્લ્ડ કપ 2023 રોહિત માટે કેપ્ટન તરીકે સૌથી મોટું મિશન બનવા જઈ રહ્યું છે. જોકે, ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri On Team India New Captain)નું માનવું છે કે, વર્લ્ડ કપ 2023 પછી રોહિતની જગ્યાએ કોઈ નવા ખેલાડીને સફેદ બોલનો કેપ્ટન બનાવવો જોઈએ. તેણે આ ખેલાડીનું નામ પણ જણાવ્યું છે.

આ ખેલાડી રોહિતની જગ્યાએ બનશે કેપ્ટન
પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે ODI વર્લ્ડ કપ 2023 બાદ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને સફેદ બોલનો કેપ્ટન બનાવવામાં આવે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા 2022ના T20 વર્લ્ડ કપથી T20 ટીમનો કેપ્ટન છે.

રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
રવિ શાસ્ત્રીએ ધ વીકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સાચું કહું તો તેનું શરીર (હાર્દિક પંડ્યા) ટેસ્ટ ક્રિકેટનો સામનો કરી શકે નહીં. વર્લ્ડ કપ પછી મને લાગે છે કે તેણે વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સંભાળવી જોઈએ. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરવું જોઈએ, તે અંગે કોઈ પ્રશ્ન નથી.

IPL 2022માં પ્રથમ વખત કેપ્ટનશીપ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સે તેમની ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી હતી. હાર્દિક પંડ્યા તેની ટીમને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો. IPLની આ સિઝનમાં પણ તે પોતાની ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો. હવે દરેક લોકો હાર્દિકને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે અને તેની કેપ્ટનશિપના ચાહક બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *