કોહલી હૈ તો મુમકિન હૈ… કોહલીએ વધારી ઓસ્ટ્રેલીયન ખેલાડીઓની ચિંતા- આ ખેલાડીએ કહી દીધું એવું…

Virat kohli create tension for Australia WTC Final, Justin langer: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (2023 ICC World Test Championship final) મેચ લંડનના ઓવલમાં ટીમ ઈન્ડિયા…

Virat kohli create tension for Australia WTC Final, Justin langer: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (2023 ICC World Test Championship final) મેચ લંડનના ઓવલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો રમત પહેલા જ પોતાની તાકાત બતાવી રહી છે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે બેટીન અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારતીય ટીમે પણ કાંગારૂઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કોચ જસ્ટિન લેંગરે (Justin Langer) ડબલ્યુટીસી કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) વિશે એક મોટી વાત કરી હતી, જે કદાચ ઓસ્ટ્રેલિયન ટીમને સાંભળવી ગમશે નહીં.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કોચ જસ્ટિન લેંગર હાલમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023માં કોમેન્ટ્રી કરી રહ્યા છે. આ દરમિયાન તેણે દાવો કર્યો છે કે જ્યાં સુધી વિરાટ કોહલી ક્રિઝ પર છે ત્યાં સુધી ટીમ ઈન્ડિયા WTC ફાઈનલ જીતી શકે છે. લેંગરે કહ્યું, “જ્યાં સુધી વિરાટ કોહલી ક્રિઝ પર છે, ત્યાં સુધી ભારત ટેસ્ટ મેચ જીતી શકે છે. મહાન ખેલાડીઓ ચમત્કાર કરે છે. ઓસ્ટ્રેલિયા જ્યાં સુધી વિરાટ કોહલીને આઉટ નહીં કરે ત્યાં સુધી શાંત નહીં રે.”

આ મેચ હવે પાંચમા દિવસે પૂર્ણ થશે. લંડનમાં ઓવલ 11મી જૂન રવિવારના રોજ મેચ છે. ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ છે. ટીમે 164 રન બનાવ્યા છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ હજુ પણ જીતથી 280 રન દૂર છે. ત્રણ વિકેટ પડી છે, વિરાટ કોહલી 44 અને અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ છે. મેચના અંતિમ દિવસે લગભગ 100 ઓવરની મેચ રમાશે.

ગિલ અને રોહિતે ટીમને સારી શરૂઆત અપાવી હતી
શુબમન ગિલ અને રોહિત શર્માએ રમતના ચોથા દિવસે બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી હતી. બંનેએ સાત ઓવરમાં 41 રનની ભાગીદારી નોંધાવી હતી. એવું લાગી રહ્યું હતું કે ટેસ્ટ મેચમાં બંને બેટ્સમેન ODI સ્ટાઈલમાં રમી રહ્યા હતા. સ્કોટ બોલેન્ડ આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. બોલેન્ડનો પહેલો બોલ શુભમન ગિલના બેટની બહારની કિનારી પર વાગ્યો અને કેમેરોન ગ્રીન પાસે ગયો. ગ્રીને તેની ડાબી તરફ ડાઇવ કરી અને એક હાથે કેચ લીધો. ગિલ આ નિર્ણયથી ખૂબ જ નિરાશ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *