Ahmedabad Railway Station: અમદાવાદમાંવધુ એક આપઘાતની ઘટના બની છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જામનગર હમસફર ટ્રેન (Ahmedabad Railway Station) હેઠળ ઝંપલાવી રેલવે કર્મીએ જીવન ટુંકાવ્યું છે. હચમચાવે એવી આપઘાતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે જાણ થતાં મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે કર્મીનો આપઘાત
અમદાવાદનાં મણિનગર રેલવે ક્રોસિંગ પાસે વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યા કરનારા શખ્સની ઓળખ રેલવે વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર તરીકે થઈ છે. રેલવે એન્જિનિયરે જામનગર હમસફર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. જો કે, આત્મહત્યા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
આત્મહત્યાનું કારણ હાલ અકબંધ
રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કર્યાની જાણ મણિનગર પોલીસને થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે કર્મીએ આપઘાત કેમ કર્યો તે અંગેની સાચી હકીકત જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
લોકોની નજર સામે જામનગર હમસફર ટ્રેનની નીચે અશ્વિનભાઈએ આપઘાત કરતાં હાહાકાર મચી ગયો હતો. એને લઇને લોકોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતુ. પોલીસને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે મોર્નિંગ વોક કરવા નીકળેલા અશ્વિનભાઈના પાડોશીએ તેમના ભાઈને જાણ કરી હતી.
અમદાવાદ: ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જૂનિયર એન્જિનિયરે મણીનગર રેલવે ક્રોસિંગ નજીક મોતને વ્હાલું કર્યું, જુઓ ખૌફનાક CCTV
(આ વીડિયો તમને વિચલિત કરી શકે છે.) pic.twitter.com/MocTnlvKZC
— Dhruv Brahmbhatt (@Barot351991) October 5, 2024
આ અંગે મણિનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તેમના ભાઇનું નિવેદન લઇને અન્ય પરિવારજનોનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App