માં ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો લાડુ- દર્શન કરવા અહિયાં ક્લિક કરો

કાગવડ માં ખોડલ (Kagwad ma khodal): આજ રોજ 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર(Khodaldham temple) ખાતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…

કાગવડ માં ખોડલ (Kagwad ma khodal): આજ રોજ 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર(Khodaldham temple) ખાતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલ(Gondal) દ્વારા 35 મણનો ચુરમાનો લાડુ મા ખોડલને પ્રસાદીરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.  આ માટે મહિલાઓ દ્વારા ગોંડલમાં પાટીદાર સમાજના ઘરે ઘરે ફરી 1-1 વાટકી ઘઉં અને ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસની આ ઉજવણીમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ(Kagwad)ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે(Nareshbhai Patel) ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

35 મણનો વિશાળ લાડુ બનાવવા માટે 22 મહિલાએ આખો એક દિવસ મહેનત કરી હતી તેમજ મહિલાઓએ પાટીદાર સમાજના ઘરે ઘરેથી એક-એક વાટકી ઘઉં અને ઘી એકત્ર કરવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. આ મહાકાય લાડુમાં 11 ડબ્બા ઘી, 10 ડબ્બા ગોળ, 7 ડબ્બા તેલ અને 47 કિલો ઘઉંના ભડકાનો વપરાશ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, ખોડલધામના પટાંગણમાં 2100 મહિલાઓ દ્વારા સાંકળ બનાવીને ‘વિશ્વ મહિલા દિવસ’ લખી અનોખો મેસેજ આપ્યો હતો. જેનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થતા નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા હતા. ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓએ મહિલા દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ઉપસ્થિત રહી મહિલાની આ કૃતિને બિરદાવવામાં આવી હતી.

આજે મહિલા દિવસે સવારથી જ ખોડલધામમાં મા ખોડિયારનાં દર્શન કરવા માટે મહિલાઓની લાંબી લાઇન લાગી છે તેમજ ખોડલધામ પટાંગણમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી. આ ઉપરાંત, મોટા ભાગની મહિલાઓ આજે ગુલાબી સાડીમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, 21 મણના લાડુને પ્રસાદ તરીકે ભાવિકોને આપવામાં આવશે. લાડુ પર જય મા ખોડલ લખવામાં આવ્યું છે તેમજ રંગબેરંગી ફૂલથી લાડુને શણગારવામાં આવ્યો છે.

આ અંગે જામનગરની મહિલા આશાબેન કાછડિયાએ જણાવ્યું હતું કે, આજે મહિલા દિવસે મહિલાઓને અગ્રતા આપવામાં આવી છે. ખોડલધામના નેજા હેઠળ આ અગ્રતા આપવામાં આવી છે. અમે બહેનો દ્વારા જ આયોજન કર્યું છે. આજે 11 ધ્વજારોહણનું આયોજન છે, એ જામનગર ખોડલધામ મહિલા સમિત દ્વારા કરવામાં આવ્યું છે. બહેનો ધારે એ કરી શકે એટલી શક્તિ રહેલી છે. 21 મણના લાડુનું આયોજન ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ માં ખોડલનાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમાજની બહેનો મા ખોડલનાં વધામણાં કરવા આવી છે ત્યારે દરેક સમાજની બહેનોને સ્ત્રી સશક્તીકરણની વાત ચાલે છે એ દરેક બહેનોને મા ખોડલ ખૂબ આગળ વધારે અને તેમના દરેક સપના પૂરા કરે એવી પ્રાર્થના કરુ છું. ગોંડલની બહેનો દ્વારા 35 મણનો લાડુ મા ખોડલને ધરવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યને બિરદાવું છું. આની પાછળ મહેનત હોય છે પરંતુ માં ખોડલ પાછળની એક લાગણી અને ભાવના હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *