સુરતમાં વ્યાજખોરોની હેવાનિયત! અમરત રબારી નામના વ્યાજખોરે લોખંડના પાઇપથી ખેડૂતના હાથ-પગ તોડી…

સુરત (surat): સુરત વિસ્તારમાં વ્યાજખોરોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પોલીસનો ડર રાખ્યા વિના વ્યાજખોરો બેફામ બની ચૂક્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ઘણા લોકોને…

સુરત (surat): સુરત વિસ્તારમાં વ્યાજખોરોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પોલીસનો ડર રાખ્યા વિના વ્યાજખોરો બેફામ બની ચૂક્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ઘણા લોકોને કપરા સમયમાં પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. એવામાં લોકો ઘર ખર્ચ માટે વ્યાજે પૈસા આપનાર લોકો પાસેથી ઊંચા વ્યાજદરે રકમ લે છે. અને આવ્યા છે આપણા લોકો સામાન્ય માણસોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેઓ પાસે વધારે રકમ પર આવતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

આવી જ ઘટના સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાંથી સામે આવી રહી છે. નાના ભાઈએ 10 ટકા વ્યાજે લીધેલા રૂપિયાની અદાવત રાખી મોટાભાઈ પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કર્યો છે. અમરત રબારી નામના વ્યાજખોર અને તેના સાગરીતોએ ખેડૂતના હાથ પગ ભાંગી નાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ખેડૂત પોતાનો પાક લઈને ખેતરમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે દરમ્યાન અમરત રબારી અને તેના સાગરીતો ફોર વિહલર કારમાં આવીને લોખંડના પાઇપ વડે ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. જ્યાં ગંભરી રીતે ઘાયલ ખેડૂતને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો છે. ખેડૂતને હાથ પગ તોડી નાખ્યા છે. ખેડૂતને સારવાર દરમ્યાન ડોક્ટરોએ જણાવ્યું કે, તેમના શરીરમાં 10 જેટલા ફેટચર આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *