વેકેશનની મજા માણવા મોટી સંખ્યામાં વનિતા વિશ્રામ મેળામાં પહોચ્યા સુરતીઓ… ખાણીપીણી સાથે માણી રાઈડ્સની મજા

સુરત(ગુજરાત): ખાણી-પીણીના શહેર તરીકે ઓળખાતા સુરત(Surat)માં આ સમયે શાળામાં રજા હોવાથી લોકો હરવા ફરવાનો આનંદ માણી રહ્યા છે. સુરતીઓ રજાઓ પર દેશના ઘણા વિસ્તારોમાં જાય છે અને અનોખી રીતે ઉજવણી કરે છે. લોકો રજાઓ માણવા બહારગામ જઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો વીકએન્ડ(Weekend)માં ફાર્મ હાઉસ(Farm house)માં મોજ-મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન, વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ(Vanita Rest Ground) ખાતે યોજાયેલા મેળામાં પણ મોટી સંખ્યામાં લોકો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઉનાળાની રજાઓમાં સુરતના લોકો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાતા મેળામાં અવનવા ખાદ્યપદાર્થોના સ્વાદ માણી રહ્યા છે. તેમજ અવનવી રાઈડનો આનંદ લેવો, અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવી રહ્યા છે. વનિતા વિશ્રામ મેદાન ખાતે વિવિધ રાઇડ્સ માટે નવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સુરતીઓ મનોરંજન સાથે મોજ-મસ્તીભરી સાંજ વિતાવી રહ્યા છે.

ઉજવણીમાં વાર તહેવાર તો અન્ય શહેરો કરતા સુરતીઓને મોખરે રહે છે. કોરોનાના સમયમાં ઘરમાં જ રહેતા લોકો હવે તહેવારોની મજા માણી રહ્યા છે. લાંબા સમય બાદ શહેરના પ્રખ્યાત વનિતા વિશ્રામ મેદાન ખાતે મનોરંજન માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ રાઇડ્સ અને રમકડાં સાથેના ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હોવાથી રવિવારે આનંદ માણવા હજારો નાગરિકો ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *