મધ્ય કોલંબિયા(Colombia)ના શહેર મેડેલિન(Medellín)માં સોમવારે એક નાનું વિમાન ક્રેશ(Airplane crash) થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આઠ લોકોના મોત થયા હતા. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકો સિવાય, અકસ્માત(Accident)માં કોઈને ઈજા થઈ નથી. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓલાયા હેરેરા એરપોર્ટ(Olaya Herrera Airport) પરથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું.
Se ha presentado el accidente de una avioneta en el sector de Belen Rosales. Todas las capacidades de la administración se han activado para socorrer a las Victimas. pic.twitter.com/Vj5qaJBc8T
— Daniel Quintero Calle (@QuinteroCalle) November 21, 2022
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃતકોની ઓળખ છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર તરીકે કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેડેલિનના મેયર ડેનિયલ ક્વિંટેરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાને ટેકઓફ દરમિયાન એન્જિનમાં નિષ્ફળતાની જાણ કરી હતી અને તે પછી અકસ્માત થયો હતો. ક્વિંટેરોએ વધુમાં જણાવ્યું હતું કે કમનસીબે પાઇલટે પ્લેન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને પ્લેન રનવેની નજીક ક્રેશ થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સાત મકાનો ધરાશાયી થયા હતા અને અન્ય છ ઈમારતોને નુકસાન થયું હતું. ક્વિંટેરોએ જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ, અગ્નિશામકો અને અન્ય કટોકટી કર્મચારીઓએ આગેવાની લીધી હતી. વિમાન, ટ્વીન-એન્જિન પાઇપર PA-31, ચોકોના પશ્ચિમ વિભાગમાં મુસાફરી કરી રહ્યું હતું. નોંધનીય છે કે એક મહિના પહેલા પણ કોલંબિયામાં એક ભયાનક બસ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બસ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા. આ સિવાય અકસ્માતમાં 14 લોકો ઘાયલ થયા છે.
આવી જ એક ઘટના વર્ષ 2016માં બની હતી. બ્રાઝિલની ચેપેકોએન્સ ફૂટબોલ ટીમને લઈ જતું વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાનનું ઈંધણ ખતમ થઈ ગયું હતું. ઇંધણ સમાપ્ત થયા પછી, પ્લેન શહેરની નજીકના પહાડોમાં તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 77 લોકોમાંથી 71 લોકોના મોત થયા હતા. જેમાં 16 ફૂટબોલ ખેલાડીઓ પણ સામેલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.