રાજ્યમાં હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક હત્યાની ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. શહેરમાં આવેલ દિલ્હી ગેટ રોડ પર યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. અહીં પતિ-પત્નીએ મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સુરતમાં આવેલ દિલ્હી ગેટ વિસ્તાર ગુનાખોરોનો અડ્ડો બની ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિલ્હી ગેટ દેહવ્યાપારને લઇ ખુબ બદનામ છે. મળી રહેલ જાણકારી મુજબ યુવક અહીં શરીર સુખ માણવા માટે આવ્યો હતો. કોઈ કારણસર આ દંપતી સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે, આ દંપતિએ યુવકને માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
દંપતિએ માર મારી યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં તેને જાહેરમાં દોડાવીને પણ માર માર્યો હતો. યુવક પોતાનો જીવ બચાવવા માટે જાહેરમાં દોડતો રહ્યો હતો પરંતુ ઘા એટલો તીવ્ર હતો કે, તે રોડ પર જ ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ તેને રોડ પર ઢળી પડતા તેમને જણાઈ આવ્યું હતું કે, તેને ખેંચ આવી હશે તેવું સમજીને તેને કાંદા સુંઘાડ્યા હતા પરંતુ લોહી પડતુ જોતા તેઓએ 108ને કોલ કર્યો હતો.
108ના તબીબોએ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી દીધી હતી. યુવકનું વધારે પડતું લોહી વહી જતા તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળ પર આવીને લોકોના નિવેદન લઈ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી દેવામાં આવી છે.
પોલીસ દ્વારા નજીકમાં લાગેલ CCTV ને આધારે આરોપીની શોધ કરવામાં આવી હતી. જેમાં તે નજીકમાં જ રહેતી હિના હોવાનું સામે આવ્યુ હતું. પોલીસ દ્વારા CCTV ને આધારે હિના તથા તેના પતિની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યાં આ બંને આરોપી સુરતમાં આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં છુપાયા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસ દ્વારા બંને આરોપી દંપતીની ધરપડક કરીને આગળની તપાસ શરુ કરી દેવામાં આવી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ બંને નસેડી પતિ-પત્નીની વચ્ચે દેહ વેપાર માટે રૂપિયાની લેતી-દેતીમાં જ હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે બંને હત્યારાની ધરપડક કરી લેવામાં આવી છે. જો કે, સુરતમાં પોલીસ સ્ટેશન પાસે આવાં પ્રકારની ઘટના બનતા સુરત પોલીસ તથા કાયદા વ્યવસ્થા અનેક પર પ્રશ્નો ઊઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle