ભારે વરસાદની વચ્ચે ક્રિકેટ રમી રહેલા વ્યક્તિએ માર્યો હેલીકોપ્ટર શોટ પછી થયું કઈક એવું કે, વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીઓને કુલવંતજાંજુ નામના યુઝર્સે ટ્વિટર પર શેર કર્યો છે. સાથે યુઝર્સે વિડીઓની સાથે કેપ્શન આપતા લખ્યું છે કે, ‘હેલિકોપ્ટર શોટ’.

વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ ભારે વરસાદમાં ક્રિકેટ રમી રહ્યો છે. વરસાદની અંદર રમતાની સાથે તે બેટ જોરથી ફેરવે છે અને હેલીકોપ્ટર શોટ મારે છે. પરંતુ બેટ એટલી ઝડપથી ઘુમાવે છે કે, તે અચાનક જ લપસીને જમીન પર પડી જાય છે. આ વિડીઓ જોઇને તમે પણ હસીના માર્યા ગાંડા થઇ જશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીઓને ખુબ જ લોકો પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીઓને 24 હજારથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે આ તો ભવિષ્યનો ધોની છે. ત્યારે અન્ય કોઈ યુઝર્સે લખ્યું છે કે, હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું. જયારે અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આપણે આને શક્તિમાન શોટ પણ કહી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *