Fire at Rajasthan Hospital: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ(Fire at Rajasthan Hospital) બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી આવ્યા નથી.
60 જેટલા દર્દીઓને ખસેડાયા અન્ય હોસ્પિટલમાં
મળતી માહિતી મુજબ, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ આગીહતી. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરવિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ચુક્યા છે. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે ભારે મહેનત કરી રહ્યા હતા. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરી દેવામાં આવ્યો હતો.બેઝમેન્ટમાંતો ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી માહિતી મળી રહી છે.
આ મામલે DYMC રમેશ મેરજાનું નિવેદન સામે આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, આગ બેઝમેન્ટમાં લાગી છે.તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજી પણ દર્દીને ખસેડવાની કામગીરી ચાલુ છે. રાજસ્થાન હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો છે. 4 કલાકથી ફાયરની 29 જેટલી ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે.
આ લાગેલી આગ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું છે કે, અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ધટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી અને દુર્ધટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube