રાજ્યમાં નવી શિક્ષણનીતિનાં અમલ મામલે જીતુ વાઘાણીએ બોલાવી બેઠક- આ વિષયો પર થશે ચર્ચા વિચારણા

ગુજરાત: રાજ્ય (State) માં હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) નાં અમલની શરૂઆત કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચાઓ…

ગુજરાત: રાજ્ય (State) માં હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) નાં અમલની શરૂઆત કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચાઓ કરવા માટે રાજ્યની બધી જ યુનિવર્સિટીઓ (Universities) ના કુલપતિ, ઉપકુલપતિ તથા રજિસ્ટ્રારની શિક્ષણમંત્રી સાથે બેઠકનું આયોજન થશે. નવા શિક્ષણમંત્રી આવ્યા પછી યુનિવર્સિટીઓના હોદ્દેદારો સાથે સૌપ્રથમ વાર બેઠક મળશે.

નવી શિક્ષણનીતિ અંગે ચર્ચાઓ કરાશે:
આ મીટીંગમાં ખાસ નવી શિક્ષણનીતિ વિશે ચર્ચાઓ કરાશે. આ નીતિ સામેના પડકારો અને પ્રશ્નો વિશે ચર્ચા કરાશે. બધા જ લોકોના સલાહ સૂચન પણ લેવાશે તથા જરૂરી સુધારા વધારા પણ કરાશે. યુનિવર્સિટીઓના હોદ્દેદારોની સાથે નવા શિક્ષણ મંત્રી બેઠક કરી રહ્યાં છે. આજે યોજાનાર આ બેઠકમાં યુનિવર્સિટીની પરિસ્થિતિ, પ્રવેશ પ્રક્રિયા, અધ્યાપકોની અછત, નવી ભરતી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે.

શિક્ષણ જગતમાં હવે શું નવું થશે ?
નવી શિક્ષણ નીતિ હેઠળ ટેક્નિકલ સંસ્થાનોમાં પણ આર્ટ્સ તથા હ્યુમેનિટિઝના વિષયો ભણાવાશે. આની સાથે દેશની તમામ કોલેજમાં મ્યુઝિક, થિયેટર જેવા કળાના વિષયો માટે અલગ વિભાગ સ્થાપિત કરવા માટે ભાર અપાશે. IITs સહિત દેશના તમામ ટેક્નિકલ સંસ્થાનો હોલિસ્ટિક અપ્રોચ (સમગ્ર દ્રષ્ટિકોણ) અપનાવશે.

એન્જિનિયરિંગની સાથોસાથ ટેક્નિકલ સંસ્થાનોમાં આર્ટ્સ તથા હ્યુમેનિટિઝ જેવા વિષયો પર ભાર અપાશે. સમગ્ર
દેશના બધા જ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે એક કોમન એન્ટ્રેસ એગ્ઝામ આયોજિત કરવા વિશે પણ વાત કરાઈ રહી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરાવશે. જો કે, આ વૈકલ્પિક હશે. વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષામાં બેસવું ફરજિયાત નહીં હોય.

વિદ્યાર્થીઓ તેમની સ્થાનિક ભાષામાં ઓનલાઇન કોર્સ કરી શકશે. 8 પ્રમુખ ભાષાઓ સિવાય કન્નડ, ઉડિયા તથા બંગાળીમાં પણ ઓનલાઇન કોર્સ લોન્ચ કરવામા આવશે. હાલમાં મોટાભાગના ઓનલાઇન કોર્સ હિન્દી તથા અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેલા છે. નવી શિક્ષણ નીતિમાં GDPનો 6% શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવાનું લક્ષ્ય રખાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *