ભાવનગરમાં આખલાના આંતકે લીધો આધેડનો જીવ- 23 દિવસની લાંબી સારવાર બાદ નીપજ્યું કરુણ મોત

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar) જિલ્લામાં રખડતા ઢોર અને આખલાના આંતકનો વધુ એક વ્યક્તિ શિકાર બની છે. 4 ડિસેમ્બરના રોજ બનેલી એક ઘટનામાં ઘાયલ થયેલા એક આધેડનું 23 દિવસની સારવાર પછી કરુણ મોત નીપજ્યું છે. 4 ડિસેમ્બરના રોજ શહેરના સરદારનગર નજીકના વિસ્તારમાં આખલાના આતંકનો શોકિંગ વીડિયો(Shocking video) સોશિયલ મીડિયા(Social media)માં પણ ખુબ જ વાયરલ થયો હતો.

ગઈ 4 ડિસેમ્બરના રોજ શહેરના સરદારનગર બ્રહ્માકુમારી ડિવાઈન પેલેસની સામે રહેતા નિર્મળભાઈ ગુજરિયા નામના આધેડ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે તરત જ આખલાએ તેને શીંગડે ભરાવ્યા અને ઊંચકી આધેડને જમીન પર પછાડ્યા હતા. ત્ચાર પછી જમીન પર દસ ફૂટ ઢસડી આખલાએ પોતાના પગ વડે નિર્મળભાઈને ખુંદી નાખ્યા હતા. આખલાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નિર્મળભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા, જ્યાં 23 દિવસની સારવાર પછી તેમનું કરુણ મોત નીપજ્યું છે.

ભાવનગર શહેરમાં આખલાના આતંકની સમગ્ર ઘટના CCTVમાં કેદ જવા પામી હતી. શોકિંગ વીડિયો જોઈ લોકો પણ ડરી ગયા હતા. ભાવનગર શહેરમાં રખડતાં પશુઓને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. લોકોએ પણ રખડતાં પશુઓને ત્રાસ દૂર કરવાની ઉગ્ર માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *