થોડા સમય પહેલા, કરીના કપૂર ખાન તેના ઝીરો ફિગરના કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી. હાલાંકી કરીના કપૂર ખાને જ જણાવ્યું હતું કે, સરળ શબ્દોમાં કહીએ તો વજન ઘટાડવા માટે કોઈ યોગ્ય ઉપાય છે નહિ. ઘણા લોકો અલગ અલગ પેતરાઓ કરીને પોતાના શરીરનું વજન નિયંત્રણમાં લાવતા હોય છે. હાલ આવી જ એક મોર્ડન યુવતીએ 12 દિવસમાં 12 કિલો વજન ઉતારીને દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે.
ઝૂ વેઈટિંગ નામની આ મોડલે એક લોકપ્રિય સોશિયલ મીડિયા વેબસાઇટ પર તેના વિવાદિત આહાર વિશે વાત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે, મેં 36 દિવસમાં નક્કી કર્યું હતું કે હું મારું વજન ઘટાડી નાખીશ પરંતુ 12 દિવસમાં મેં મારું 12 કિલો વજન ઘટાડવામાં સફળ થઇ છું. વધુમાં કહેતા જણાવ્યું હતું કે, ‘મેં આ 12 દિવસમાં ફક્ત પાણી જ પીધું હતું. અને સાથે-સાથે બાકીના દિવસોમાં હું ફળો, શાકભાજી, શેક અને ભૂખ ન લાગવાની ગોળીઓનો ઉપયોગ કરું છું.
જો કે, તેણે એમ પણ કહ્યું હતું કે, હું કાયમ માટે આ ડાયટ પ્રમાણે નથી રહેવાની, પરંતુ વજનને નિયંત્રણમાં રાખવા માટે હવેથી હું કસરત અને આરોગ્યપ્રદ ખોરાક ખાઈને હું મારું વજન નિયંત્રણમાં રાખીશ. સાથે-સાથે તેણીએ જણાવ્યું હતું કે, ‘હવે ઉનાળો આવ્યો છે અને ઉનાળામાં હું એકદમ ફીટ દેખાવમાં માંગું છું. આ કારણોસર મેં આ ડાયટ ફોલો કર્યું હતું.’
તેમણે પોતાની પોસ્ટમાં એક ચેતવણી પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘બધા લોકોએ તેમની આરોગ્યની પરિસ્થિતિ અનુસાર આહાર યોજના બનાવવી જોઈએ અને મારા ડાયટ પ્લાનને ફોલો કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. તમે ડોક્ટરની સલાહ અનુસાર કોઈ પણ ડાયટ પ્લાનનું અનુસરણ કરવું જોઈએ. તમારા શરીરને કયું ડાયટ ચાલશે તેની જાણકારી તમને ડોક્ટર્સ જ આપી શકે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.