ઘર આંગણે થયો લાશનો ઢગલો… ગુગલમાં સર્ચ કર્યું ‘પરિવારને મારીને સ્વર્ગ મળશે કે નર્ક?’ અને પછી…

શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ તેના પરિવારના સભ્યોને એક-બે મહિના સુધી મારવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય… ગુગલ પર સર્ચ કર્યું હોય કે પરિવારને…

શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ તેના પરિવારના સભ્યોને એક-બે મહિના સુધી મારવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય… ગુગલ પર સર્ચ કર્યું હોય કે પરિવારને મારવાથી સ્વર્ગ મળશે કે પોતે નરકમાં જશે? અને જો તે તેની પત્નીનો જીવ ન લે, તો તેને સરકાર તરફથી કેટલું પેન્શન મળશે…?

જોધપુરના લોહાવતમાં રહેતા શંકર લાલની આ કહાની છે. તેણે તેના માતા-પિતા અને બે પુત્રોની હત્યા કર્યા બાદ 3 નવેમ્બરે આપઘાત કરી લીધો છે. શંકરલાલ સપ્ટેમ્બરથી પ્લાન કરી રહ્યો હતો કે પરિવારને કેવી રીતે મારવો? પોલીસે જ્યારે શંકરલાલના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરી તો તે ચોંકી ગયો. હત્યા અને તેની રીતો સિવાય પણ ઘણું એવું સર્ચ કર્યું હતું કે, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

શંકરલાલ અફીણનો વધુ નશો કરવા લાગ્યો. તેને સનક લાગી હતી કે, તે તેના પરિવારે ખતમ કરી નાખશે. પત્ની સાથે અણબનાવ પણ થયો હતો. કારણ કે તે વારંવાર તેને ટોકતી હતી. તેણીએ નક્કી કર્યું હતું કે, તે તેનાથી અલગ રહેવા માંગે છે. અફીણના નશાની ઘેલછામાં આ શખ્સે હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.

સપ્ટેમ્બર 14: આ તારીખથી શંકરે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જોવાની શરૂઆત કરી. આ સાથે તેણે હત્યા, ઊંઘની ગોળીઓ અને ઝેર માટે ગૂગલ પર ઘણી વખત સર્ચ કર્યું. શંકર મક્કમ હતો કે તેણે પોતાના પરિવારને ખતમ કરી નાખશે. તેને એ પણ ડર હતો કે હત્યા બાદ શું થશે? તેણે ગુગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું કે શું તે પરિવારને મારી નાખશે તો તેને સ્વર્ગ મળશે કે પછી નરકમાં જશે?

બુધવારે રાત્રે આરોપીએ પરિવારના તમામ સભ્યોને 22 ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. શંકરે પરિવારને કહ્યું કે બધા આખો દિવસ ખેતરમાં કામ કરે છે, તેથી તેઓ થાકી જાય છે. આ ગોળીઓ લેવાથી તમને સારી ઊંઘ આવશે. ગુરુવારે પણ ત્રણ-ત્રણ ઊંઘની ગોળીઓ નાખીને દરેકને ઊંઘની ગોળીઓ આપી હતી. શંકર લાલે 3 નવેમ્બરની સાંજે તેના પિતા સોનારામ (65) પર કુહાડીથી હુમલો કરી ત્યાંથી ભાગી ગયો. સોનારામને ઘાયલ જોઈને કેટલાક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

શંકરે ઘરના બાકીના સભ્યોના જમવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. જ્યારે બધા બેહોશ થઈ ગયા ત્યારે તેણે પહેલા તેની માતા ચંપા (55)ને ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં ફેંકી દીધી. તેનો પુત્ર લક્ષ્મણ (14) પણ ત્યાં સૂતો હતો, તેને ટાંકીમાં ફેંકી દીધો. શંકરનો નાનો પુત્ર દિનેશ (8) તેની માતા સાથે સૂતો હતો, સવારે 5 વાગ્યાની આસપાસ તેણે તેને પણ ટાંકીમાં ફેંકી દીધો હતો. આ પછી તેણે પણ આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *