માતાએ બીજો પુત્ર પણ અકસ્માતમાં ગુમાવ્યો, દીકરાને આ વર્ષે લગ્નની ઈચ્છા હતી અને રહી ગઈ અધુરી

વડોદરા(Vadodara): સુરત(Surat)થી અમદાવાદ(Ahmedabad) જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કારચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો. જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે,

જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેમાં તિલકવાડા તાલુકાના વજેરિયા ગામના મૂળ વતની અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભગવતીનગરમાં રહેતા વીરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા (ઉં.વ. 22) પોતાનાં માતા-પિતા સાથે રહેતો હતો. રોજ પ્રમાણે વીરપાલસિંહ આજે સવારે 9:00 વાગે પોતાનો છકડો લઈને ધંધાર્થે નીકળ્યો હતો. રોજ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધી મુસાફરોને લાવવા લઈ જવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આજે બપોરે 11:30 વાગ્યાની આસપાસ 14 જેટલા મુસાફરોને લઈને કપુરાઈ તરફ જવા નીકળ્યો હતો. ત્યારે કન્ટેનર સાથે ગોઝારો અકસ્માત થયો હતો.

અકસ્માતમાં મૃતકો અને ઇજાગ્રસ્તોના નામ
વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા, વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા, જુવાનસિંહ બારીયા, વાંદરા, દેવગઢબરીયા, સવીતાબેન બારીયા, ઇન્દ્રસિંહ ગોહિલ, રહે જબુગામ, પાવીજેતપુર, રાકેશ બાકેબિહારી મિશ્રા(ઉ.50) રહે હરિભક્તિની ચાલી, સલટવાડા, વડોદરા
ઇજાગ્રસ્તોના નામ
વિજય નટવરસિંહ બારીયા (ઉ.29), બારીયા ફળીયું નારૂ ગામ, તા. ધાનપુર, જિ. મધ્યપ્રદેશ, અરવિંદ માનસિંહ રાઠવા (ઉ.27), મિહિર જસવંતસિંહ મકવાણા (ઉ.25), નિરૂબેન અલ્પેશભાઈ બારીયા (ઉ.35)

આ વર્ષે વીરપાલસિંહનાં લગ્નની ઈચ્છા હતી
જેમાં વીરપાલસિંહનું મોત થયું, પુત્રના મોત સમાચાર સંભાળીને તેનાં માતા-પિતાને જાણે પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેનાં પિતા સુરેન્દ્રસિંહ અને માતા ગીતાબેન હોસ્પિટલમાં પોતાના પુત્રનો મૃતદેહ જોઈ સ્તબ્ધ બની ગયાં હતાં. છકડા ચાલકના પિતા સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, અગાઉ મારા એક પુત્રનું અવસાન થયું હતું, આજે મારો બીજો આધાર પણ છીનવાઈ ગયો છે.  અમારો આ પુત્ર પરિવારનો આધાર હતો. તેની માટે અમો અમારા સમાજની છોકરીઓ પણ લગ્ન માટે જોઈ રહ્યાં હતાં. આ વર્ષે તેનાં લગ્ન લેવાનાં અમે સપનાં જોઈ રહ્યાં હતાં. પરંતુ ભગવાને કઈક અલગ જ વિચારું હતું. આ અકસ્માત અંગે જાણ થતાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી અને મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *