સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. થોડા સમય પહેલા જ સુરત નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે હવે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હાઈવે ઉપર અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજ રોજ વધુ એક અકસ્માતમાં માતા-પુત્રના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં માતા અને પુત્ર સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
હાલમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કાપેલી ધાર પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈકપર જઈ રહેલ માતા અને પુત્રના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
આ સમગ્ર ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો પણ અકસ્માતના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંન્ને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે માતા અને પુત્રના મોતથી પરીવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામ પાસે કાપેલી ધાર ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા.
આ સમગ્ર ઘટના બાદ હાઇવે પર 3 કલાકથી વધુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ઘટના સ્થળે દોડી જઇ ને મૃતક બંનેને પીએમ માટે ધાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો ઘરે એક જ પરિવારના બે માતા-પુત્રના મોત થતા શોકનો માહોલ સર્જાવા પામ્યો હતો. ગઈકાલે ધાંગધ્રાના કાપેલી ધાર પાસે અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં ઘટના સ્થળે જ માતા અને પુત્ર ના મોત નિપજતા પરિવારમાં વિલાપ સર્જાઈ જવા પામ્યો હતો બીજી તરફ પિતાને પણ હાલમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે દવાખાને ખસેડવામાં આવ્યા છે ઘર એક જ પરિવારના માતા-પુત્ર ના બંનેના મોત થતા શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews