કોરોનાનો મહામારી વચ્ચે થોડા દિવસો બાદ એટલે કે, 2 ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આવી રહ્યો છે. આ દિવસે રાજ્યમાં એક રેકોર્ડ બનવાં માટે જઈ રહ્યો છે. ભારત કોરોના સંક્રમણના કેસમાં હવે અમેરિકા પછી બીજા ક્રમ પર આવી ગયું છે.
ગુજરાતમાં પણ દબાતા આંકડાની વચ્ચે દરરોજ 1,400 જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. આવા સમયમાં આગામી 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસે રાજયમાં ‘હાથ ધોવાનો’ એક નવો વર્લ્ડ રેકોર્ડ થવા માટે જઈ રહ્યો છે.
રાજ્યનાં 33 જિલ્લાઓમાં કુલ 53,029 આંગણવાડીઓમાં એક સાથે કુલ 5 લાખ મહિલાઓ- યુવતીઓ, કિશોરીઓ તેમજ ગર્ભવતી બહેનો એકી સાથે માત્ર 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોઈને કોરોના સંક્રમણની સામે સ્વચ્છતાનો સંદેશ આપશે એવું સુરતના ડો. સોનલ રાચાણીએ જણાવતાં કહ્યું છે.
ડો. સોનલ રાચાણીએ જણાવતાં કહ્યું હતું કે, સુરતમાં થવા માટે જઈ રહેલ આ અનોખા વર્લ્ડ રેકોર્ડમાં રાજ્ય સરકારના મહિલા- બાળ કલ્યાણ વિભાગ તેમજ સુરતનાં શક્તિ ફાઉન્ડેશન સહિત ઘણી સંસ્થાઓનો સિંહ ફાળો રહેલો છે. આ સમગ્ર કાર્યક્રમનો ધ્યેય સંક્રમણથી બચવા માટે હાથને સ્વચ્છ રાખી વાઈરસને તક ન મળે તે જોવાની જાગૃતિનો સંદેશ આપવાનો છે.
કુલ 225 તાલુકાની આંગણવાડીમાં બહેનો હાજર રહેશે. વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 225 તાલુકાની તમામ આંગણવાડીમાં કુલ 10 મહિલાઓ એકઠી થઈ વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગ રેખા પ્રમાણે કુલ 20 સેકન્ડ સુધી હાથ ધોશે.
જેનો વીડિયો લેવામાં આવશે તેમજ આ રીતે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ 2 ઓકટોબરનાં રોજ સવારના 11-12 વાગ્યાની વચ્ચે યોજવામાં આવશે. ગાંધીનગરમાં આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી તથા મહિલા બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા કેબીનેટ મંત્રી ગણપત વસાવા પણ હાજર રહેશે.
જજ વીડિયો માધ્યમથી કાર્યક્રમ નિહાળશે :
બધી જ મહિલાઓને સરકાર અને ફાઉન્ડેશનનાં સહયોગથી હાઈજીન કીટ, સેનેટરી નેપકીન, સાબુ, માસ્ક હશે તે ‘ભેટ’ આપવામાં આવશે. શક્તિ ફાઉન્ડેશનના સહ સ્થાપક તથા પ્રમુખ ડો. સોનલ રાંચાણીએ જણાવતાં કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાનનો આ એક સૌથી મોટો કાર્યક્રમ હશે. જજ પણ વીડિયોનાં માધ્યમથી કાર્યક્રમ નિહાળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle