સ્કૂલ ફી અને વીજળી બિલ માફી માટે સુરતના કિરીટભાઈ માકડિયા છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર બેઠા છે

હાલના સમયમાં ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકો માટે શું કરી રહી છે તે કોઈ ને ખબર નથી. એક તરફ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે…

હાલના સમયમાં ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકો માટે શું કરી રહી છે તે કોઈ ને ખબર નથી. એક તરફ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ અહિયાં અનલોકના બહાને બધું ખોલી મુકીને લોકો પાસે વીજળી અને અનેક ફી બાબતે પૈસાની ઉઘરાણીઓ કરવામાં આવી રહી છે. લોકડાઉનના સમયમાં લોકો ઘરે બેઠા હતા. કોઈ પાસે રોજગારી ના હતી લોકો પાસે ખાવાના પણ રૂપિયા ખૂટી રહ્યા છે. ત્યારે આવા સમયમાં સરકારને લોકોની મદદે ઉતારવાની જગ્યાએ પૈસાની ઉઘરાણી ચાલુ કરાવી છે.

આખરે લોકો ગુજરાત સરકાર પાસે વીજળી બિલ તેમજ સ્કૂલ ફી ની માફી માટે આવેદન આપી રહ્યા છે. જેના કારણે લોકોના ધંધા પાછા ચાલુ થાય અને પહેલાની જેમાં જિંદગી જીવવા લાગે. જયારે એક તરફ લોકો સરકારને નિવેદનો આપી આપી વીજળી બિલ તેમજ સ્કૂલ ફી ની માફી માંગી રહ્યા છે ત્યારે સુરતના કિરીટભાઈ જ્યાં સુધી વીજળી બિલ તેમજ સ્કૂલ ફી ની માફી ના મળે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરી ગયા છે. કિરીટભાઈ વેલંજા વિસ્તારના રહેવાસી છે. છેલ્લા 9 દિવસથી ઉપવાસ પાર બેઠેલા છે પણ ગુજરાત ની સંવેદનશીલ સરકાર ના પેટ નું પાણી પણ હલતું નથી.

કિરીટભાઈ માકડિયાની વાત કરીએ તો પોતે કોઈ પાર્ટી ના નેતા નથી કે પછી કોઈ પક્ષ ના આગેવાન નથી એટલા માટે ટીવી ચેનલ ની હેડલાઇનમાં તેનું નામ નથી આવતું. જેના કારણે લોકોને તેમના આ પુરુષાર્થની જાણ નથી. કે જે પોતે દરેકનું ધ્યાનમાં રાખી પોતે ઉપવાસ પર બેઠા છે. કિરીટભાઈના આસપાસ રહેતા ત્યાના સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા પૂરો સહયોગ આપવામાં આવે છે.

જો તમેપણ કિરીટભાઈના આ આંદોલન અને કાર્યથી સહમત છો તો તે પણ તેમનો સંપર્ક કરી તેમનો ઉત્સાહ અને તેમના આ કાર્ય માટે તમે કિરીટભાઈનો જુસ્સો વધારી શકો છો. કિરીટભાઈ માકડિયા ના ખબર અંતર પૂછવા તેમજ જુસ્સો વધારવા ફોન કરી શકો છો- 9265125267

કિરીટભાઈના આ અંદોલનનો વિષય એ છે કે, “સુરતના વેલંજા વિસ્તાર માં રહેતા કિરીટભાઈ માકડિયા લગભગ 9 દિવસથી ઉપવાસ પાર બેઠેલા છે જેની માંગ છે 4 મહિના નું લાઈટબીલ માફ કરવું અને સ્કૂલ તેમજ કોલેજો ની ફી માફ કરવી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *