Nine year child was attacked by a leopard: હાલ આખા રાજ્યભરમાં દીપડાનો ભય ચાલી રહ્યો છે. રાજ્યના ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડી ને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર દીપડા ઓ જોવા મળતા હોય છે,કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવ ના હોવાનું કહેવાય છે,તેમાં એક આદમ ખોર દીપડા ના(Nine year child was attacked by a leopard) આતંક ના કારણે વણખૂટા ગામના માસુમ બાળકએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નેત્રંગ તાલુકા ના વણખુંટા ગામ ના નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્ર ભાઈ વસાવા ગત સાંજ ના સમયે ગામની સીમમાં કુદરતી હાજતે ગયા હતા.તે દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયા ને ખેંચી ને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
મળતી માહિતી અનુસાર,ઘટના અંગેની જાણ ગામના લોકો અને તેના પરિવારના લોકોને અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટ ને પણ જાણ કરવામાં આવી અને તે બાળકની શોધ ખોળ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. તે પછી જંગલ વિસ્તાર માંથી મૃત હાલત માં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળકનું મૃતદેહ લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું.
અને પોલીસ આગળની તપાસ પણ હાથ ધરી છે. અને લોકોમાં આદમખોર દીપડા ની દહેશત ના પગલે સમગ્ર વિસ્તાર માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ આ દીપડાને ક્યારે પાંજરે પૂરવામાં સફળ થાય છે તે જોવાનું હજી બાકી છે. જ્યાં સુધી તે દીપડાને પાંજરામાં નહી પુરવામાં ત્યાં સુધી ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળશે.
અત્ર ઉલેખીનીય છે કે, સુરતના બારડોલી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાનુંજોડું નજરે પડતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોડી સાંજે દીપડો નજરે પડે છે તેસમયે મોટી સંખ્યામાંસ્થાનિક લોકોનું ટોળું એકત્રીત થઈ જાય છે.જેપરિસ્થિતીને ધ્યાનમાંલઈ શુક્રવારની સાંજે વનવિભાગે તેન નાંદીડાવાળી નહેરનો રસ્તો બંધકરી દીધો હતો. જેથીકોઈ ઘટના બને નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube