ઈન્ટરનેટ પર બચાવ કામગીરીનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને ખૂબ જ સાંકડી પાઈપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે ગટરના પાઈપમાં ફસાયેલા એક માણસને જોઈ શકો છો, જે રશિયા (Russia)ના સેન્ટ પીટર્સબર્ગ (Saint Petersburg)માં પુલકોવો ઈન્ટરનેશનલ એરપોર્ટ (airport)ના પાર્કિંગની નીચે હોવાનો દાવો કરવામાં આવે છે. આ વ્યક્તિ કથિત રીતે ગટરની પાઇપ સાફ કરવા અંદર પ્રવેશ્યો હતો, પરંતુ થોડા મીટર અંદર ગયા બાદ તે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
😄Russian fecal trap. Typical russia.
In the temporarily russian-occupied St. Petersburg, a man tried to ferret through a sewage pipe.This happened at Pulkovo airport. The man took off everything and climbed into the sewer pipe. I guess he was going home 🤷♂️ pic.twitter.com/EdqdLFpGXS
— NAFO Warrior 🇺🇦🫶 (@NAFOWarriorz) November 10, 2022
રેસ્ક્યુ ટીમ તેને બચાવી શકે તે પહેલા તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો. તેણે ઘણી કોશિશ કરી, પણ બહાર નીકળી શક્યો નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે તેને પાઇપમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે શર્ટલેસ હતો. આ ક્લિપ Reddit અને Twitter સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી છે. Reddit પર તેને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘સેન્ટ પીટર્સબર્ગના મોસ્કોવસ્કી જિલ્લામાં, એક વ્યક્તિ ગટરની પાઇપમાં અંદર ફસાઈ ગયો. તેમને બચાવવા માટે રસ્તો ખોદવો પડ્યો.
યુઝર્સે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘આ તે ગુફામાં રહેનારાઓ કરતાં પણ ખરાબ છે જેમણે હોલમાંથી બહાર નીકળવા માટે હેલ્મેટ ઉતારવી પડે છે.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘મેં થોડા મહિના પહેલા પહેલીવાર તેના વિશે વાંચ્યું હતું. મારો ક્લોસ્ટ્રોફોબિયા એકદમ નવા સ્તરે પહોંચી ગયો છે. કોઈ એવું કરે કેમ?’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.