iPhone 16 Viral Video: કઠોર પરિશ્રમ અને કંઈક કરવાની તમન્ના હોય તો સફળતા ચોક્કસ મળે છે. જો કોઈ એ વિચારીને મહેનત કરવાનું છોડી દે તે ગરીબ છે, તેની પાસે પૈસા નથી, તો કંઈ મળશે નહીં, આ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે. પ્લાસ્ટિક સહિત બીજી (iPhone 16 Viral Video) કેટલીય વસ્તુઓનો ભંગાર એકઠો કરી જીવન જીવતા મજૂરે પોતાના દીકરા માટે iPhone 16 અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે.
જ્યારે તે હાથમાં રુપિયા લઈને એપ્પલના સ્ટોર પર પહોંચ્યો તો સૌ કોઈ ચોંકી ગયા. પણ તેને પૈસા આપીને બંને ફોન ખરીદી લીધા. આકરી મહેનતથી બે ફોન ખરીદનારા આ મજૂરની સફળતાના લોકો વખાણ કરી રહ્યા છે.
ભંગાર એકઠો કરી જીવન જીવતા મજૂરે લીધો આઈફોન
આ વીડિયો સર્પમિત્ર પ્રવીણ પાટીલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મુંબઈમાં ભંગાર ભેગો કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ગરીબ મજૂરની સફળતાના આ વીડિયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ મજૂર પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ અને ભંગાર એકત્ર કરીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા આ વ્યક્તિના પરિવારના તમામ લોકો એક જ કામ કરે છે. આ તેમની આજીવિકાનું સાધન છે.
Father’s Priceless Gift: Junk Dealer Gifts Multiple Iphones Worth ₹ 1.80 Lacs to Son For Top Board Results pic.twitter.com/brrSI04qxf
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 27, 2024
કુલ 2 iPhone ખરીદ્યા
તેનો પુત્ર આઇફોનનું સપનું જોતો હતો. આ વ્યક્તિએ તેને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરી. સતત કામ કરીને પૈસા કમાયો. પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેણે હવે મોંઘો આઈફોન ખરીદ્યો છે. આઇફોન ખરીદતી વખતે તેણે માત્ર તેના પુત્રની જ નહીં પરંતુ તેની પોતાની ઇચ્છા પણ પૂરી કરી. હકીકતમાં જોઈએ તો તેણે કુલ 2 iPhone ખરીદ્યા છે.
વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
વાઈરલ વીડિયો પર જોવાઈ અને લાઈક્સ દરેક મિનિટે વધી રહી છે. આ સિવાય નેટીઝન્સે પણ પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે, ‘તેનો પુત્ર જ્યારે ટોપ પર આવ્યો ત્યારે તેણે પણ લઇ આપ્યો હતો. એકે કહ્યું કે ક્યારેય કોઈ માણસને જજ ના કરવા જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App